ઘરના ઘરડા લોકોંની થતી મૂંઝવણ જોઈને અભિસારભાઈએ અવ્વલ ફાઉન્ડેશનનો બિજ રોપ્યો
દર વર્ષે અવ્વલ ફાઉન્ડેશન ગરીબ 21 દીકરીઓના ધામધૂમથી પૂરા કરિયાવર સાથે લગ્ન કરી આપે છે
અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા રોજગારના સશક્ત પ્રયાસ તરીકે ૨૫ ઈ-રીક્ષા ડોનેટ કરાઈ
“શ્રી અવ્વલ ફાઉન્ડેશન ” એટલે અમારા સરજી ,એટલે જ ,”શ્રી અભિસારભાઈ જયંતીભાઈ કલાલ” એમનું ઉઘાડે આંખો થી જોયેલું દિવ્ય સ્વપ્ન. એમને પહેલેથી જ નીજ સેવા કરતા, લોકસેવા કરવામા, બહુ જ આનંદ મળતો હતો.
આજના આધુનિક યુગમાં ,ઘરના ઘરડા લોકોંની થતી મૂંઝવણ જોઈને એમને, અવ્વલ ફાઉન્ડેશનનો બિજ રોપ્યો.અને ઘરડા લોકોંને,સહારો આપ્યો અને અવ્વલ ઘરડા ઘરનું નિર્માણ થયું. આજે અવ્વલ ઘરડા ઘરમાં, ૪૫ નિરાધાર બા દાદા,બહુ જ પ્રેમથી ,એક જ પરિવારની જેમ રહે છે .એમનો રહેવાનો ,જમવાનો ,દવાનો ,બધો જ ખર્ચ, અવ્વલ ફાઉન્ડેશન દ્વારા થાય છે .એક પણ રૂપિયો ,એમને લાગતો નથી. અતિશય પ્રેમ અને હુંફ સાથે ,અમારા સરજી એ અવલ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો . અહીંજ એમનું સ્વપ્ન પૂરું નથી થતું .એ દર વર્ષે, ગરીબ 21 દીકરીઓનો ,કોઈપણ જ્ઞાતિના બાદ વગર, ધામધૂમથી, પૂરા કરિયાવર સાથે ,લગ્ન કરી આપે છે .અને અનેક ગરીબ માતા-પિતાઓના આશીર્વાદ લે છે .
એ સિવાય દર વર્ષે 350 થી 400 લોકોંને, વિનામૂલ્ય તીર્થયાત્રા કરી લાવે છે .અને એમની સાર સંભાળ, પોતાના સગા વડીલોંની જેમ કરીને ,એમને સાચવીને ફેરવી લાવે છે.
સંસ્થા દ્વારા સરજીએ સિનિયર સિટીઝન ક્લબની શરૂઆત કરી હતી. જેમાં 500 જેટલા સિનિયર સિટીઝન સદસ્ય જોડાયેલા છે.
અમારા સરજી માટે દીકરી એટલે, ઈશ્વરનો આશીર્વાદ નથી ,તો દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે .એ વિચારથી, એમને 2025 માં ‘કન્યા ગૃહ’ નામની વિશાલ વાસ્તુ ઉભી કરી. જેમાં સૌ જેટલા ગરીબ, અનાથ કન્યાઓનું ઉછેર કરીને ,એમને ભણાઈ ગણાઈને, પગભેર કરીને ,એમના લગ્ન કરવા સુધીની જવાબદારી એમને લેવાની તૈયારી રાખી .સિવાય જે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે, એમનો સન્માન પણ કરવાની, એમની યોજના હતી .
અહીં એમના સપના અટકતા નથી ,તો દિવ્યાંગ મહિલાઓને તથા પુરુષોંને ,પગભેર થઈને ,સ્વમાન ભરી જિંદગી જીવવા માટે, 25e ઓટો રીક્ષા આપવાનું નક્કી કર્યું છે .જેનાથી એ આત્મનિર્ભર બનીને, સન્માન પૂર્વક જિવન જીવી શકે .
સરજી અમારા અવ્વલ ટિમના ગુરુ છે.અવ્વલ ફાઉન્ડેશનના ,બધાજ સદસ્યોંનો,આ ઉપરોક્ત, નિસ્વાર્થ કાર્યમાં પૂરેપૂરો સાથ છે. અમારા મમતાબેન આ સંસ્થાના જમણા હાથની જેમ છે . આ ભગવાનના કાર્યમાં ,ભગવાનને જ ખોટ પડી,અને અકાલે સૂર્યાસ્ત થઈ ગયું .અને અમારા સરજી ભગવાન પાસે જતા રહ્યા .કદાચ,ઊપર પણ આવા સારા લોકોંની જરુર પડતી હોય. પણ એમનું ચાલુ કરેલ,અધૂરા કાર્યની ધગધગતી મશાલ,ચાલુ રાખવા માટે, એ એમનુ કાર્ય ,”શ્રીમતિ શીતલબેન અભિસારભાઈ કલાલ” ને ,સોંપતા ગયા. એમાં એમને સાથ છે, એમની દીકરી હિરવાનો.
આજે એમનું આ કાર્ય પૂર્ણ ધગસ સાથે ,નિષ્ઠા સાથે, મહેનતથી, અમારા મેડમ આગળ વધારે છે .અમારી સંસ્થાના ,બધા જ સદસ્યોં ,એમને મન તન થી, પુરી નિષ્ઠાથી,આ ભગવાન ના કાર્યમાં સાથ આપે છે .સિવાય આ ભગવાનનું કાર્ય ચાલુ રાખવામાં, ભગવાન એમને બળ આપે છે .સૌ વાર સલામ આ દેવરૂપી કાર્યને,અને એમના કાર્યકર્તાઓને.
