દેશનાં ગૌરવ ગીત ‘વંદે માતરમ્’નાં 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘વંદે માતરમ્’ સપ્તાહની યાત્રાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કશ્યપ સભાગૃહ ખાતે “વંદેમાતરમ્’ રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત થઈ. જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ડો. અમીબહેન ઉપાધ્યાયજી તેમજ પુણેથી સંશોધક મિલિંદ સબનીસ રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિબેન પટેલે તેમજ ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના ડૉ. હિતેશભાઇ પટેલ તેમજ પ્રા.ચિરાયુ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ની રચના 1875માં કરી હતી.
વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે.આ ગીતના ઈતિહાસ તેમજ મહત્વ વિશે સંશોધક મિલિંદ સબનીસની ટીમ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવી .
આ કાર્યક્રમમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સમગ્ર વિદ્યાપરિવાર જોડાયો હતો.
