“લવ એન્ડ વોરમાં રણબીર કપૂર અને વિક્કી કૌશલના પાત્રો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ દ્રશ્યને ભારતીય સિનેમાના સૌથી મોટા સિક્વન્સમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે. આ સીન તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.” સૂત્રના જણાવ્યા અનુસાર, “તે એક ભવ્ય અને ગુપ્ત સ્થાન પર શૂટ કરવામાં આવશે. પહેલી ચર્ચા એ છે કે આ સીન એક મોટી સિનેમેટિક ઘટનાની જેમ તૈયાર કરવામાં આવી રહ્યું છે.”
સૂત્રએ વધુમાં કહ્યું, “જ્યારે ભણસાલીની ફિલ્મમાં બે પાવરહાઉસ રણબીર કપૂર અને વિકી કૌશલ સામસામે આવશે, ત્યારે દર્શકો માટે તે આજ સુધીનો એક અલગ અને ખાસ અનુભવ હશે.”
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી સાથે ભણસાલીની આ ફિલ્મ માં ખરેખર રોમાંચક રહેશે. ‘લવ એન્ડ વોર’ 20 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થવાની છે.
