મુંબઈ:- ઈંતેજારી હવે પૂરી થઈ છે, અને દાવ અગાઉ કરતાં પણ ઉચ્ચ છે. સ્પેશિયલ ઓપ્સ-2 હવે 18મી જુલાઈથી પ્રસારિત થશે, ખાસ જિયોહોટસ્ટાર પર. કે કે મેનન બુદ્ધિશાળી અને ધારદાર રૉ ઓફિસર હિંમત સિંહ તરીકે પાછો આવી રહ્યો છે. હવે યુદ્ધભૂમિ પર નહીં પરંતુ ડિજિટલ દુનિયાના પડછાયામાં લડવામાં આવતી યુદ્ધના નવા પ્રકારનો સામનો કરવા માટે તે તેની એલીટ ટીમની આગેવાની કરશે.
અસ્થિર ભૌગોલિક રાજકીય ક્ષિતિજની પાર્શ્વભૂમાં સ્પેશિયલ ઓપ્સ-2 યુદ્ધ હવે મેદાનમાં બૂટ્સ સાથે લડવામાં આવતું નથી, પરંતુ ક્લાઉડમાં લડવામાં આવે છે અને દુશ્મન રોજબરોજના જીવનનો જ ભાગ છે એવા આપણા સમયની ઉચ્ચ સલામતી બેચેનીને પ્રતિબિંબિત કરે છે. સમન્વયી સાઈબર ભંગ રાષ્ટ્રીય સ્થિરતા સામે ખતરો ઊભો કરે છે ત્યારે હિંમત અને તેની સ્કવોડને આ મૂક યુદ્ધનો સામનો કરવાનું કામ સોંપવામાં આવે છે. આ યુદ્ધ કોઈ પણ ચેતવણી, ધુમાડો અથવા દ્રષ્ટિગોચર ઉઝરડા વિનાનું છે, પરંતુ તેનું પરિણામ રાષ્ટ્રના એકદમ હાર્દ પર ત્રાટકે છે.
શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત આ સીઝનમાં પ્રકાશ રાજ, વિનય પાઠક, તાહિર રાજ ભસીન, કરણ ટક્કર, સૈયમી ખેર, મુઝમ્મિલ ઈબ્રાહિમ, ગૌતમી કપૂર, પરમીત સેઠી અને કાલી પ્રસાદ મુખરજી વગેરે સહિતના કલાકારો જોવા મળશે, જે દરેક સ્પેશિયલ ઓપ્સની દુનિયામાં સઘનતા અને ખૂબી લાવે છે.
હિંમત સિંહ તરીકે કે કે મેનન કહે છે, “હિંમત સિંહ ક્યારેય તમારો લાક્ષણિક હીરો નહોતો. તે ઝાકઝમાળની પાછળ જતો નથી, તે બોજ લઈને ફરે છે. આ વખતે યુદ્ધ શાંત પરંતુ વધુ ખતરનાક છે અને દરેક નિર્ણયનો ખર્ચ ભારે મહેસૂસ થાય છે. કલાકાર તરીકે તમને અભિનય સાથે જોશમાં પણ ઊંડાણથી પડકારે તેવું આ પાત્ર શોધવાનું દુર્લભ છે. મને આશા છે કે દર્શકોને આ સીઝનમાં અમે જે રેડ્યું છે તે ભાર અને મન મહેસૂસ થશે.”યુદ્ધ શાંત છે, ખતરો અસલ છે અને ઘડિયાળનો કાંટો ટકટક કરી રહ્યો છે. જુઓ જિયોહોટસ્ટાર પર સ્પેશિયલ ઓપ્સ 2, 18મી જુલાઈથી સ્ટ્રીમ થશે.
