કાકડી
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કાકડી વગર અધૂરી માનવામાં આવે છે. કારણ કે, જેમ બાળકના જન્મ સમયે તેને માતાથી અલગ કરવા માટે જન્મના તારને કાપવામાં આવે છે, તેમ જન્માષ્ટમી પર કાકડીને પ્રતીકરૂપે કાપીને ભગવાન શ્રી કૃષ્ણને તેમની માતાથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને સ્નાન કરાવીને વિધિ-વિધાનથી તેમની પૂજા કરવામાં આવે છે.
વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી વગાડવી પ્રિય છે. તેઓ તેને હંમેશા પોતાની સાથે રાખતા હતાં . જો તમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાનને તેમની પ્રિય એવી વાંસળી અર્પણ કરો છો તો બાળ ગોપાલ પ્રસન્ન થઈ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
મોરપીંછ
ભગવાન કૃષ્ણને ગાયની જેમ મોર પ્રત્યે પણ ખૂબ લગાવ હતો. એટલા માટે તેઓ હંમેશા પોતાના માથે મોરપીંછ ધારણ કરતા હતાં. તેથી આ જન્માષ્ટમી પર ભગવાનને મોરપીંછ અર્પણ કરવાનું ભૂલશો નહીં.
વૈજયંતી માળા
જો તમે ભગવાન શ્રીકૃષ્ણને શણગારવા માટે વિવિધ આભૂષણ લઈ રહ્યા હો, તો તેમાં વૈજયંતી માળા લેવાનું ભૂલશો નહીં, કારણ કે આ માળા શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય હતી.
માખણ-મિશ્રી
ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદમાં માખણ-મિશ્રી જરૂર અર્પણ કરો. માન્યતા છે કે જન્માષ્ટમી પર માખણનો ભોગ લગાવવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર તેમની કૃપા સદાય રાખે છે.
જન્માષ્ટમી પૂજા માટે અન્ય સામગ્રી:-
જન્માષ્ટમી પૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ અથવા ફોટો, પૂજા માટેની ચૌકી, પાંચ પ્રકારના પાંદડા, પાંચ પ્રકારના ફળ, સપ્તમૃતિકા , સાત ધાન્ય, નાળિયેર, ગંગાજળ, મધ, ખાંડ, દહીં, દૂધ, ફૂલ, માળા, મીઠાઈ, પંચામૃત, પંચમેવો, દીવો, ધૂપ, શુદ્ધ ઘી, કેસર, કપૂર, ચંદન, હળદર, કંકુ, અક્ષત , અત્તર , શંખ, શ્રીકૃષ્ણ માટેના નવા વસ્ત્ર, મોરપાંખવાળો મુકુટ, આભૂષણ અથવા તુલસી માળા, વાંસળી વગેરે સામગ્રી જરૂરી છે.
