1. ષડાષ્ટક યોગ
23 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 4:23 વાગ્યે જ્યોતિષીય રીતે મહત્વપૂર્ણ ઘટના બનવાની છે. આ દિવસે સૂર્ય અને શનિ વચ્ચે 150 ડિગ્રીનો ખૂણો સર્જાશે, જેને ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે એ જ દિવસે શનિ અમાસ પણ આવી રહી છે. આ બે પ્રભાવ એકસાથે બનતા તેનો પ્રભાવ વધારે તીવ્ર બનશે અને કેટલીક રાશિના જાતકો માટે પડકારો ઊભા કરી શકે છે
3 રાશિઓ પર અસર
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ષડાષ્ટક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો છઠ્ઠા અને આઠમા ઘરમાં એકબીજાના સામે હોય છે. આ સ્થિતિ સામાન્ય રીતે તણાવ, ઝઘડા, સ્વાસ્થ્યની સમસ્યાઓ અને નાણાકીય મુશ્કેલીઓ લાવી શકે છે. ખાસ કરીને મિથુન, કર્ક અને મીન રાશિના લોકો માટે આ સમય થોડો કપરું સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન દામ્પત્ય જીવનમાં તણાવ અનુભવાઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે. સાથે જ કાર્યસ્થળ પર વિવાદ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ રાશિના જાતકોને ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પોતાની વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. આ સમય દરમ્યાન વ્યવસાયમાં નુકસાનની શક્યતા છે અને ઓફિસ કે કામકાજની જગ્યા પર દલીલો ઊભી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ ઝઘડા કે મતભેદ વધી શકે છે. તેથી આ રાશિના લોકોને બોલવામાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી બનશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ પડકારજનક બની શકે છે. ખર્ચમાં વધારો થવાના કારણે નાણાકીય તંગી આવી શકે છે. વેપાર સંબંધિત ચિંતા અને તણાવ વધી શકે છે, જેનાથી માનસિક દબાણ પણ અનુભવાઈ શકે છે. લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આ રાશિના જાતકોને સમજદારીપૂર્વક નાણાંકીય નિર્ણય લેવા અને શાંતિ જાળવવી જરૂરી છે.
