નેત્રદાન જાગૃતિ પખવાડા અંતર્ગત સક્ષમ,કર્ણાવતી મહાનગરે મોબીલીટી જાગૃતતા લાવવા ,દ્રષ્ટિહીન તેમજ સામાન્ય વ્યક્તિ ઓ વચ્ચે ના અંતર ને પારખવા એક “બ્લાઈન્ડ ફોલ રેલી “નુ આયોજન કરેલ હતું, જેમાં થલતેજ મહિલા આઈ.ટી.આઈ.ની 25 વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરવામાં આવી હતી.જેમણે એમની આંખો પર પાટા બાંધીને અંધ કન્યા પ્રકાશ ગૃહની 25 બ્લાઈન્ડ વિદ્યાર્થીની ઓને સંસ્થા નાં કેમ્પસ માં જ દોરી ને ચલાવ્યા હતા.
મહિલા આઈ.ટી.આઈ ની દિકરીઓ એ અંધ હોવાથી કેટલી મુશ્કેલીઓ પડે છે એનો અહેસાસ કરેલ અને એમને શા માટે નેત્રદાન જરૂરી છે એની સમજ સંસ્થા નાં બ્લાઈન્ડ ટીચર દિવ્યાબેને આપી હતી.
આ કાર્યક્રમ નું સંકલન સક્ષમ નાં સચીવ કૃષ્ણકાંત પટેલ અને નિલેશ પંચાલે,અંધ કન્યા પ્રકાશ ગૃહનાં આચાર્ય દિપાલીબેન નાં માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું.
સક્ષમ નાં ઉપાધ્યક્ષ મફતભાઈ પટેલ તરફ થી દિકરીઓને ગિફ્ટ આપવામાં આવી હતી.સક્ષમ નાં અધ્યક્ષ અલપેશભાઈ એ સક્ષમની પ્રવૃત્તિઓ ની માહિતી આપી હતી.સક્ષમ, અંધ કન્યા પ્રકાશ ગૃહ અને મહિલા આઈ ટી આઈ નાં અન્ય સભ્યો પણ આ રેલી માં જોડાયા હતા.
