Views: 57
Read Time:1 Minute, 13 Second
અમદાવાદ શહેરના શાહે આલમ વિસ્તારમાં જેમનો મજાર શરીફ આવેલો છે તે મહાન સુફી સંત હજરત સૈયદ મુહમ્મદ સીરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રહમતુલ્લાહ અલયહે) ના ૫૬૭ માં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી. માહે જમાદિલ આખિર નો ચાંદ થઈ જતા ઉર્ષના પડઘમ વાગવાની શરૂઆત થઈ હતી.
જમાદિલ આખિરના ૧૫ ચાંદ થી ૨૩ ચાંદ સુધી ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે છે. ચાંદ રાતે મગરીબ ની નમાઝ બાદ બુંદી ના લાડુ વહેંચવા ની વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ ખાસ ઉર્ષ નિમિત્તે અમેરિકા થી પધારેલા ઔલાદે હઝરત શાહેઆલમ હઝરત સૈયદ નાઝીમહુસેન બુખારી અને હઝરત સૈયદ અલ્તાફહુસેન બુખારી વગેરે વંશજોએ દરગાહ કમ્પાઉન્ડમાં આવેલા દિવાનખાના માં ઉપસ્થિત રહી ૫૦૦ કીલો લાડુ વહેંચ્યા હતા.
આ પ્રસંગે હજારો ની સંખ્યામાં ઉપસ્થિત અકીદતમંદો એ લાડુ મેળવી ખુશી વ્યક્ત કરી હતી.
