સમાજ કલ્યાણના ક્ષેત્રમાં Oritra Foundation એ એક નવી મિસાલ ઉભી કરી છે. સંસ્થાના મુખ્ય સભ્યો અને સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કેન્સરના દર્દીઓ, બાળકો અને મજૂર વર્ગ માટે સહાય શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના Founder & Director ઉજ્જવલ કુશવાહા તથા Director રોહિત કુન્તલના માર્ગદર્શન હેઠળ ઓરિત્રા ફાઉન્ડેશન સતત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરી રહી છે. સંસ્થાને મજબૂત બનાવવામાં પ્રમોટર પૂનમ કુશવાહાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જે મહિલા અને બાળ વિકાસના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
આ સમગ્ર સેવા અભિયાનને જમીન પર ઉતારવામાં સંસ્થાના સમર્પિત સ્વયંસેવકો જિગર કપૂર અને રિયા પટેલ સહિત 15થી વધુ વોલન્ટિયર્સએ દિવસ-રાત મહેનત કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તાજેતરમાં પડતી કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને અમદાવાદની સડકો અને વસાહતોમાં રહેતા વૃદ્ધ મહિલા અને પુરુષોને કમ્બળ (Blankets) વિતરણ કરવામાં આવ્યા, જેથી તેમને ઠંડીથી રાહત મળી શકે.
કૃષ્ણ ધામ વૃદ્ધાશ્રમ, IIM રોડ ખાતે વૃદ્ધોને જરૂરી સહાય આપવામાં આવી,તે ઉપરાંત હિંમતનગર સ્થિત મમતા કલ્યાણ શિશુ મંદિરમાં બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.
AGORA મોલ, અમદાવાદ ખાતે ચાલવામાં અસમર્થ વૃદ્ધોને વ્હીલચેર વિતરણ કરવામાં આવી.તેમજ સાઉથ બોપલ, અમદાવાદ વિસ્તારમાં મજૂર પરિવારો સુધી જરૂરી સુવિધાઓ તથા વન-ટાઈમ ફૂડ પહોંચાડવામાં આવ્યું.
સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી ઓરિત્રા ફાઉન્ડેશને વિવિધ પ્રદર્શન અને સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો, જેમાંસુવર્ણા નવરાત્રી, મધરાત્રી, ઝવેરી એક્ઝિબિશન, કૃષ્ણ પાર્ટી પ્લોટ, અર્બન ફ્લી – કર્ણાવતી ક્લબ સહિત અનેક અન્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે Founder & Director ઉજ્જવલ કુશવાહાએ જણાવ્યું કે,“અમારું લક્ષ્ય માત્ર અમદાવાદ પૂરતું નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું છે.
”ઓરિત્રા ફાઉન્ડેશન આગામી સમયમાં મોટા મેડિકલ કેમ્પ્સ અને શિક્ષણ જાગૃતિ અભિયાનો યોજવાની યોજના બનાવી રહી છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો :📌
Founder & Director: ઉજ્જવલ કુશવાહા
📌 Director: રોહિત કુન્તલ📞 Mobile: 9576145150
📸 Instagram: Oritra Foundation
