ચાંદખેડા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ નગર માં સોમનાથ મંદિર બાપા સીતારામ મંદિર (સ્થાપના દિન: ૧૩/૩/૨૦૧૯ ) ના રોજ સ્થાપના કરવામાં આવી હતી.તે દિવસ થી નિત્ય રોજ મંદિર ના પટાંગણ માં બાપા સીતારામ અને સોમનાથ મહાદેવ ની ભાવ ભક્તિ થી પૂજા અર્ચના કરવામાં આવે છે. હરરોજ સવારે સોમનાથ મહાદેવને દૂધ થી અભિષેક કરવામાં આવે છે અને બાપા સીતારામ ને ધૂપ થી પૂજવામાં આવે છે.
હિંદુ શાસ્ત્રો માં આવતા દરેક તહેવાર ની મંદિર ના પટાંગણમાં ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવે છે.
તારીખ 13-3-2026 ના રોજ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ અવસરે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ બાપા સીતારામ મંદિરનો ભવ્ય 8 માં પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તારીખ.13-3-2026 ના રોજ મંદિર ના પટાંગણ માં હવન, સાંજે મહા આરતી અને મહા આરતી બાદ ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન મંદિર ના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ નગર તેમજ આસપાસની સોસાયટી માં વસતા તમામ ભાવિ ભક્તોને આ ભવ્ય પાટોત્સવમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
સ્થળ :- બાપા સીતારામ ટ્રસ્ટ મિત્ર મંડળ
બાપા સીતારામ મંદિર, વિવેકાનંદનગર, કોમન પ્લોટ,ગુજરાત હાઉંસીંગ.બોર્ડ.ચાંદખેડા- અમદાવાદ
