ચૈત્ર નવરાત્રિ અને અષ્ટમીનો દિવસ જે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ અષ્ટમીના દિવસે ઘરમાં પૂજા ,હવન થાય છે.બાળાઓને (કન્યાઓને) માતાજીનું સ્વરૂપ માની જમાડવામાં આવે છે અને તેમને ભેટ કે દક્ષિણા આપવામાં આવે છે ત્યારે મોટેરામાં આવેલ આંગણવાડીમાં “મેરી અપની દુનિયા” ના ફાઉન્ડર દીપા રવિન્દ્ર કુમાર દ્વારા એકવીસ કન્યાઓને જમાડી અને તેમને ભેટ અને દક્ષિણા આપવામાં આવી.
આંગણવાડીમાં પહેલા માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા અને માતાજીની આરતી કરવામાં આવી.
ત્યારબાદ બધી નાની બાળકીઓના પગ ધોઈને તેમને તિલક કરી ચૂંદડી પહેરાવી તેમને પ્રસાદ રૂપે પૂરી,ચણા અને હલવો આપવામાં આવ્યો.નાની-નાની માતાઓ લાલ ચૂંદડીમાં ખૂબ સુંદર લાગતી હતી.
મેરી અપની દુનિયા ના ફાઉન્ડર દીપા રવિન્દ્ર કુમારે ઉપસ્થિત તમામ મહિલાઓને પણ ભેટ આપી તમામ લોકોનો દિલથી આભાર વ્યકત કાર્યો,જેમણે આ કાર્યક્રમમાં તેમને સાથ આપ્યો.
