Ahmedabad News Gujarat Local News World

અમદાવાદમાં આઇરિસ નેશનલ ફેર ૨૦૨૬નું સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયો

અમદાવાદમાં આઇરિસ નેશનલ ફેર ૨૦૨૬નું સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં  યોજાયો
Views: 23
0 0
Spread the love
Read Time:1 Minute, 34 Second

અમદાવાદ :- આઇરિસ નેશનલ ફેર ૨૦૨૬નો સમાપન સમારોહ ૨૪ નવેમ્બરના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયો હતો, જેમાં દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૪૪ યુવા સંશોધકોએ ભાગ લીધો હતો.

સમાપન સમારોહમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માનનીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશભરમાંથી ભાગ લેનારા વિદ્યાર્થીઓની સહભાગિતા અને સંશોધન ક્ષેત્રે તેમના પ્રયાસોની સરાહના કરી હતી.વર્ષ ૨૦૨૬ની આ આવૃત્તિ માટે ૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે રસ દર્શાવી નોંધણી કરાવી હતી અને ૧,૦૦૦થી વધુ સંશોધન પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

સાયન્ટિફિક રિવ્યૂ કમિટી (એસઆરસી) દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ ૧૪૪ વિદ્યાર્થીઓની નેશનલ ફેરમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી.પસંદગી પામેલા વિદ્યાર્થીઓને આ આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વભરના યુવા સંશોધકોની સાથે પોતાના સંશોધનો અને નવીન શોધો રજૂ કરવાની તક મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *