વિશ્વ ના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ ૧૬૧ યુનિયનો સાથે તા ૧૦/૧૧/૨૫ ના રોજ અખિલ ભારતીય મજદુર સંઘ ના આદ્ય સ્થાપક શ્રદ્ધેય દતોપંત ઠેંગડીજી ની ૧૦૬ મી જન્મ જયંતી ના દિવસ ને યાદગાર બનાવવા એક શ્રમિકજનો ના આજીવન સમર્પિત આ મહાપુરુષ ને સાચા અર્થ માં શ્રમિક સંગઠન ને છાજે એવો કાર્યકમ આપ્યો છે, જેમાં અખિલ ભારતીય મજદૂર સંઘ ના આધ્યક્ષ શ્રીમાન હિરેણ્યમય પંડ્યાજી અને મહામંત્રી શ્રીમાન હીમતેજી સાથે ક્ષેત્રીય સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી સી.વી. રાજેશ જી પ્રેરક ઉપસ્થિત રહીને રૅલીને સંબોધન અને માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ ભાઈ મજુમદાર મહામંત્રી શ્રી ગિરીશ ભાઈ પટેલ અને પ્રદેશ પદાધિકારીઓ ની ટીમ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા.
આ કાર્યક્રમ માં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ ૧૬૧ યુનિયનો અને મહાસંઘોના વિશાળ સંખ્યા માં કાર્યકરો ભાગ લેશે ખાસ કરીને આંગણવાડી કર્મચારી મહાસંઘ, મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહાસંઘ, આશા વર્કર મહાસંઘ, હેલ્થ વર્કર મહાસંઘ જેવા સ્કીમ વર્કર ના સંગઠનો સાથે સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રના સરકારી અને ખાનગી સેક્ટરના કર્મીઓ, કામદારોના નાના મોટા સંગઠનો , બેન્કિંગ,વીમા, રેલવે , પોસ્ટલ, ઈ એસ આઈ, જેવા મોટા ક્ષેત્રના સંગઠનો, બાંધકામ, વનવાસી સંગઠનો અને પરિવહન, જીએમડીસી, પાણીપુરવઠા, મહાનગરપાલિકા,નગરપાલિકા, ઇએસઆઈસી, જેવા બોર્ડ નિગમ ના સંગઠનો, સહિત સિમેન્ટ ,એપોલો ટાયર, પોર્ટ સહિત ના ખાનગી સેક્ટર ના સંગઠનો આ વિશાળ રેલી અને જનસભા ના માધ્યમ થી દરેક સંગઠનની સરકાર સમક્ષ પોત પોતાના સંગઠનો ના પ્રશ્નો નુ એક મોટું આવેદનપત્ર પણ આ કાર્યક્રમ બાદ સંબંધિત સરકાર ના મંત્રાલયો ને આપવામાં આવશે,પ્રત્યેક સંગઠનોના મુખ્ય આગેવાનો અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના પ્રતિનિધિઓના બનેલ સયુંકત પ્રતિનિધિ મંડળ સાથે વિવિધ મહાસંઘો,રાજ્ય ફેડરેશન,યુનિયનો ના એક લાખ થી વધુ કર્મીઓ, કામદારો આ રેલી માં ભાગ લેશે.
