સ્વસ્થ દેશ બનાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના ફિટ ઈન્ડિયા, તંદુરસ્ત ઈન્ડિયા તેમજ ખેલેગા ઈન્ડિયા,જીતેગા ઈન્ડિયા ના ઉદેશ્ય થી પ્રોત્સાહિત થઇ VBN દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલું સુખ તે જાતે નર્યા” આપણી પાસે ગમે તેટલી સંપતિ હશે, પરંતુ શરીર સુખ નહી હોય તો તે વ્યર્થ છે જેથી આજના દોડધામના સમયમાં શરીરની તંદુરસ્તી માટે કસરત, સાઈક્લિંગ, યોગ, પ્રાણાયામ, વગેરે આરોગ્યની જાળવણી માટે અગત્યનો ભાગ ભજવે છે. એક્સરસાઈઝ માટે દરરોજ વોક કરવું પણ ખુબ જ જરૂરી છે.
VBN ના વિવિધ ચેપ્ટર જેમકે વૃંદાવન , ગોકુલ, દ્વારકા, પુષ્કર, અયોધ્યા, ગોવર્ધન ના 500 થી વધુ સભ્યો તેમના પરિવાર સાથે વૉકોથોનમાં 4 કિલોમીટર જેટલું ચાલ્યા હતા.
વૈષ્ણવ નો સાથ, વૈષ્ણવ નો વિકાસ ના કોર થીમ આ ખેલ મહોત્સવ થી વધુ સક્ષમ થશે.
VBN સભ્યો ના પ્રતિસાદ ને લઇને રીજીનલ ટીમ, ગવર્નિંગ ટીમ ને આનંદ ગૌરવ ની અનુભૂતિ થઇ હતી .
VBN, ના ચેપ્ટર અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, આણંદ, મુંબઈ અને પુના ખાતે આવેલ છે.
VBN સંસ્થા દ્વારા SVVP સંસ્થા સાથે સૌ પ્રથમ વાર વૉકોથોન નું આયોજન થયું હતું.
YOUTUBE LINK :-
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DSO739JDHb3/?igsh=enk4anh5cGcxeHlj
