• 10 લાખ ફૂલછોડથી સરદાર પટેલની પ્રતિમા કંડારાશે
• અમદાવાદમાં ફૂલોનો મહોત્સવઆ વર્ષના શોની મુખ્ય થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી
• 1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ભવ્ય ઉદ્ઘાટનદર
• વર્ષે સામાન્ય રીતે 15 દિવસ સુધી ચાલતો આ શો આ વર્ષે 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો
• 48 પ્રકારના ફૂલછોડથી રિવરફ્રન્ટ મહેકી ઉઠશે
• ફ્લાવર શો વિશાળ 73 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે
• 48 થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે
• પ્રદર્શનમાં મુખ્ય 6 આકર્ષણના કેન્દ્રો
• ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલપચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જોવા મળશે
• સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો, શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા નક્કી કરાયા
• પ્રવાસીઓ ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા માંગતા હોય તેમના માટે 500 રૂપિયાના દરે VIP સ્લોટની વ્યવસ્થા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી ભવ્ય ‘ફ્લાવર શો’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકોના ભારે ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફ્લાવર શોનો સમયગાળો લંબાવીને 25 દિવસનો કરવામાં આવ્યો છે.
આશરે 73 હજાર સ્કેવેર મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ શોમાં 48 અલગ-અલગ પ્રકારના ફૂલોના અંદાજે 10 લાખ જેટલા છોડ દ્વારા અદભૂત સુશોભન કરવામાં આવ્યું છે.
આ વર્ષના શોની મુખ્ય થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે, જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે.
• તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ફેઈમ (સુંદર) મયુરભાઈ વાકાણી એ ફલાવર શો માં આવવા માટે જનતા ને અપીલ કરી !!
