ઓગષ્ટ 2025 દરમિયાન વિવિધ શહેરોમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વગેરે તહેવારો હોવાથી રજાનો માહોલ જોવા મળશે અને રજા પણ જાહેર કરવામાં આવશે. તેવામાં સૌથી મોટી અસર બેન્ક પર જોવા મળે છે. બેન્કનું કામકાજ તમે જલદી જ કરી લેજો. કારણે આગામી મહિનામાં બેન્ક હોલીડેના કારણે તમારા કામ અટકી ન જાય તેનું ધ્યાન રાખજો. ભારતીય રિઝર્વ બેન્ક એટલે RBIએ બેન્ક હોલીડેનું લિસ્ટ જાહેર કર્યુ છે.
ઓગષ્ટ 2025માં આટલા દિવસ બેન્ક રહેશે બંધ
3 ઓગષ્ટ 2025ના રોજ રવિવાર હોવાથી બેન્ક રહેશે બંધ, 8 ઓગષ્ટ 2025ના રોજ ઓડિશા,સિક્કિમમાં મુખ્ય તહેવાર ‘તેંડોંગ લો રમ ફાત’ના લીધે બેન્ક બંધ, 9 ઓગષ્ટ 2025ના રોજ રક્ષાબંધન હોવાથી બેન્ક હોલીડે, 10 ઓગષ્ટના રોજ રવિવારની રજા રહેશે, 13 ઓગષ્ટ 2025ના રોજ મણિપુરના ઇમ્ફાલમાં દેશભક્તિ દિવસના કારણે બેન્ક બંધ, 15 ઓગષ્ટ 2025ના કારણે સ્વતંત્રતા દિવસ, પારસી નવુ વર્ષના કારણે રજા જાહેર કરાઇ. 16 ઓગષ્ટ 2025ના રોજ જન્માષ્ટમીના કારણે બેન્ક રહેશે બંધ, 17 ઓગષ્ટ 2025ના રોજ રવિવાર નિમિત્તે બેન્કમાં રજા, 19 ઓગષ્ટ 2025ના રોજ ત્રિપુરામાં મહારાજા વીર વિક્રમ જયંતિ નિમિત્તે રજા રહેશે. 23 ઓગષ્ટ 2025ના રોજ ચોથો શનિવાર હોવાના કારણે રજા રહેશે. 24 ઓગષ્ટ 2025ના રોજ રવિવાર હોવાથી રજા, 25 ઓગષ્ટ 2025ના રોજ અસમમાં શ્રીમંત શંકરદેવની તિથિ હોવાથી રજા જાહેર, 27 ઓગષ્ટ 2025ના રોજ ગણેશ ચતુર્થી હોવાથી બેન્ક રહેશે બંધ, 28 ઓગષ્ટ 2025ના રોજ ‘નુઆખાઇ’ના કારણે ઓડિશા, ગોવામાં બેન્ક બંધ રહેશે. અને 31 ઓગષ્ટ 2025ના રોજ રવિવાર હોવાથી બેન્ક બંધ રહેશે.
