આ પ્રસંગે સનાતન યુવા ક્લબ દ્વારા પાઠશાળા એકેડેમી ખાતે શિવાજી મહારાજને ફૂલો અર્પણ કરીને કેક કાપીને જન્મજયંતિની ઉજવણી કરી હતી.
આ સમયે સનાતન યુવા ટીમના પ્રમુખ રાહુલ મારૂ, ભરત રાજપૂત, વત્સલ શર્મા, કપિશ સિંહ,પાઠશાળા એકેડમીના રાજકુમાર મીના સર, નરેન્દ્ર સર તેમજ 50 થી વધુ બાળકો હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓને શિવાજી જયંતિનું મહત્વ વર્ણવવામાં આવ્યું, ભારતમાં ભાગ્યે જ એવા લોકો હશે જે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા ન હોય. તે દેશના શૌર્યપુત્રોમાંનો એક હતા, જેમને ‘મરાઠા ગૌરવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1674માં તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેમણે ઘણા વર્ષો સુધી મોગલો સામે લડ્યા હતા.
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મરાઠા પરિવારમાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે.
