‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ હવે એક મોટો ફેરફાર લઈને આવી રહી છે. શોમાં જનરેશન લીપ આવી રહ્યો છે, એટલે કહાની હવે આગળ વધશે અને સાથે નવા ચહેરાઓ પણ જોડાશે. શો સાથે જોડાઈ રહ્યા છે શ્રેયા જૈન વૈષ્ણવીના પાત્રમાં અને કુશાગ્રે દુઆ ગર્વ એટલે કે ગન્નુના રોલમાં જોવા મળશે. તેમની એન્ટ્રી સાથે શોમાં નવા વિચારો, નવી લાગણીઓ અને નવી કહાની શરૂ થશે, જ્યાં જૂની પરંપરા અને નવી વિચારધારા આમને-સામને આવશે.તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં આ નવી કહાનીનો મુખ્ય સંઘર્ષ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. રાજસ્થાનના એક વ્યસ્ત બજારમાં પતિ પોતાની પત્નીનું પ્રેમ અને માન સાથે ધ્યાન રાખે છે. આ દૃશ્ય જોઈને વૈષ્ણવી ખુશ થાય છે અને માને છે કે સાચો પ્રેમ એટલે સામે વાળાની ખુશીની કાળજી લેવી. પરંતુ એ જ દૃશ્યને ગર્વ ગુસ્સા અને મજાક સાથે જુએ છે. તેના માટે આવું પ્રેમ બતાવવું પુરુષની ઇજ્જતને ઠેસ પહોંચાડે છે. આ નાનું દૃશ્ય જ બતાવે છે કે પ્રેમને લઈને બંનેના વિચારો કેટલા અલગ છે – એક માટે પ્રેમ બલિદાન છે, તો બીજાના માટે કમજોરી. આ જ તફાવત આગળ જઈને મોટી લાગણીસભર કહાની બનાવશે.
પોતાના રોલ વિશે વાત કરતાં શ્રેયા જૈન કહે છે,“‘બીંદણી’ રાજસ્થાન પર આધારિત શો છે અને હું પોતે રાજસ્થાનથી છું, એટલે આ શો મને ખૂબ નજીક લાગે છે. અહીંની સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓ મને મારા ઘર જેવી લાગે છે. વૈષ્ણવીનો રોલ મારા દિલને સ્પર્શે છે, કારણ કે તેના મૂલ્યો સાથે હું પોતે જોડાઈ શકું છું. આશા છે દર્શકોને શોનો આ નવો તબક્કો ખૂબ ગમશે.”
કુશાગ્રે દુઆ કહે છે,“આ શોમાં જોડાવાનો મને બહુ આનંદ છે. પ્રોમોમાં તમે મારા પાત્રની એક નાની ઝલક જોઈ છે. ગર્વ એક ગ્રે શેડ પાત્ર છે – ન તો પૂરું સાચું, ન તો પૂરું ખોટું. તેનું વિચારવું, વલણ અને નિર્ણય શોને વધુ રસપ્રદ બનાવશે. મને વિશ્વાસ છે કે દર્શકોને આ જટિલ અને અલગ પ્રકારનો પાત્ર ગમશે.”
નવાં ચહેરા, નવી કહાની અને તીવ્ર લાગણીઓ સાથે ‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ હવે નવી શરૂઆત કરવા જઈ રહી છે. પ્રેમ, અહંકાર અને પરંપરાઓ વચ્ચેનો આ સંઘર્ષ જોવાનું ચૂકી ન જશો.
જુઓ ‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ દરરોજ રાત્રે 9 વાગ્યે, ફક્ત Sun Neo પર.
