મેષ રાશિ :- આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો, ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
વૃષભ રાશિ :- આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા રાહ જોવી પડે, તબિયત ચિંતા દૂર થાય.
મિથુન રાશિ :- સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેજો. ક્લહ ક્લેશ વિવાદ અટકાવજો, પ્રવાસ.
કર્ક રાશિ :- વ્યવસાયિક પ્રગતિ ધીમી જણાય, તણાવ મુક્તિની તક સર્જાય, ખર્ચ અટકાવજો.
સિંહ રાશિ :- માનસિક રાહત અનુભવી શકશો. સાનુકૂળતા સંજોગો ઉભા થતાં લાગે, પ્રગતિકારક.
કન્યા રાશિ :- આપના ધંધાકીય કે અન્ય અગત્યના પ્રશ્નો હલ કરવાનો માર્ગ સર્જાય.
તુલા રાશિ :- અંગત મૂંઝવણો હશે તો દૂર થતી જણાય, સ્વજનનો સહકાર સાંપડે, તબિયત સુધરે.
વૃશ્ચિક રાશિ :- એક સાંધતા તેર તૂટે એવી નાણાકીય સ્થિતિનો અનુભવ જણાય, કૌટુંબિક કામકાજો માટે સાનુકૂળતા.
ધન રાશિ :- માનસિક બોધરેશન અને તણાવમાંથી બહાર આવી શકશો, ગૃહવિવાદ અટકતો જણાય.
મકર રાશિ :- માનસિક અજંપો કે વ્યથા વેદનાને દૂર કરી શકશો, ઉપાય ફળતો લાગે, સામાજિક કાર્યથી આનંદ.
કુંભ રાશિ :- સંજોગો કઠિન લાગતા હોય તો નાહિંમત થયા વિનિા આગળ વધશો તો સફળતા પ્રાપ્ત થાય.
મીન રાશિ :- આપની અગત્યની કામગીરીઓ આડેના વિઘ્નો દૂર કરીને આગળ ધપી શકશો, ખર્ચા વધી ન જાય તે જોજો.
