વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭ માં પ્રદેશ અધિવેશનનો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો.
આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે યોજાયેલા આ ત્રિ-દિવસીય અધિવેશનના ઉદ્દઘાટન સમારોહમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાના આગમન સમયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી એ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, આણંદ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, નિરવ અમીન, પ્રદેશમંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કુ.મેઘાબેન વાઘેલા, સ્વાગત સમિતિના અધ્યક્ષ મેહુલભાઈ પટેલ, સ્વાગત સમિતિના મંત્રી પિંકલભાઈ, નગર અધ્યક્ષ ડૉ. જેતલભાઈ, નગર મંત્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ , ક્ષેત્રીય સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય મંત્રી ઉપરાંત સ્થાયી કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ:- સંવાદદાતા :- કુશ ભોઈ
