શું તમને ખબર છે આવી જ એક શાકભાજી છે બીટ, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એક સારો અને અસરકારક વિકલ્પ છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે ધીમે ધીમે શરીર પર અસર કરે છે.
સામાન્ય રીતે બીટનો ઉપયોગ શરીરમાં લોહીની ઉણપ ઓછી કરવા માટે થાય છે , પરંતુ તેના ફાયદાઓ માત્ર લોહી વધારવા પૂરતા સીમિત નથી. બીટ એ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તો અમૃત સમાન સુપરફૂડ છે. તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે જેમ કે મૅગ્નેશિયમ, ફોલેટ, પોટેશિયમ અને ખાસ કરીને નાઇટ્રેટ જે સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
આ તત્વો શરીરમાં ગ્લૂકોઝની માત્રા વધારે છે. આ ઉપરાંત, તેમાં અન્ય શાકભાજી કરતાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછું હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બેસ્ટ ડાયટ બની શકે છે.
બીટ ડાયાબિટીસ માટે કઈ રીતે ફાયદાકારક?
બીટમાં ભરપૂર માત્રામાં રહેલું છે મેંગેનીઝ અને નાઇટ્રેટ
બીટથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
તે અન્ય શાકભાજીની તુલનામાં ઓછો કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે, જેથી તે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ હેલ્ધી છે.
ક્યારે અને કેવી રીતે સેવન કરવું?
તેનું સેવન હંમેશા ભોજન પહેલાં કરવું જોઈએ. તેનાથી પાચન વધુ સારું થાય છે અને બ્લડ સુગર લેવલમાં વધારો થતો નથી. બીટ ખાવાથી તમે આખો દિવસ એક્ટિવ રહી શકો છો. બીટમાં કુદરતી ખાંડ હોવા છતાં, તે વધારે પ્રમાણમાં ખાવાથી તેની આડઅસર થઈ શકે છે.
બીટનું સેવન કરતાં આટલું ધ્યાન રાખો
જો તમારૂ સુગર લેવલ પહેલાથી ઘણું હાઈ છે તો ડૉક્ટરની સલાહ લો પછી જ કોઈ પણ ખોરાક લો.
બીટનો જ્યૂસ વધારે માત્રામાં ન લો કેમ કે તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.
બીટને કાચું અથવા હળવું ઉકાળીને ખાવાની આદત પાડો.
ADVERTISEMENT
