• અમદાવાદથી ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’નો ભવ્ય પ્રારંભ, 50 ગાડીઓ રચશે ઇતિહાસ
• ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક ઓળખ આપવા 50 હાઈલક્સ સવારોની 1500 કિમીની મેગા સફારી
• ૧૫૦૦ કિમીની સાહસિક સફર: અમદાવાદના ‘ક્લબ ૦૭’ થી ૧૦ જાન્યુઆરીએ થશે પ્રસ્થાન
• ‘રોડ ટુ હેવન’, વ્હાઇટ રણઅને ‘ભુજ કેન્યોન’ જેવા અદભૂત સ્થળોએ પ્રવાસ ખેડીને કચ્છના પર્યટનને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ
અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition).
આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલક્સ ગ્રુપ અને નારણ ગઢવી (રાધે ટૂરિઝમ) છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000 થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઈકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે.
ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઈલક્સ (Toyota Hilux) ગાડીઓ એકસાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે.
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઈલક્સ માલિકોને એકઠા કરી, તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે. આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સાચા અર્થમાં ‘આનંદ’ અને ‘એડવેન્ચર’નો મિલાપ છે.
YOUTUBE LINK :-
