Asia Cup 2025: આ વર્ષે એટલે કે 2025માં એશિયા કપનું આયોજન ભારતને મળ્યું છે અને આ મેચો UAE ખાતે રમાવાની છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ વર્ષે એશિયા કપ ટુર્નામેન્ટનો આયોજક દેશ ભારત છે. તો ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEને આ ગ્રૂપમાં છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ B ગ્રુપમાં છે. ગ્રૂપમાં બધી ટીમ એકબીજા સામે 1-1 મેચ રમશે. ભારત 10 સપ્ટેમ્બરે UAE, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે મેદાનમાં ઉતરશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવીએ એશિયા કપ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) ના પણ પ્રમુખ છે અને તેમણે આ વાતને શેર કરી તેમણે જણાવ્યું કે ” મને જણાવતા આનંદ થાય છે કે ACC એશિયા કપ 2025 હવે સત્તાવાર રીતે 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં રમાશે. તે એક શાનદાર ટુર્નામેન્ટ હશે અને આપણે બધાને શાનદાર ક્રિકેટ જોવા મળશે.
એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા 6-7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ખરાબ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન એશિયા કપ રમવા માટે ભારત આવશે નહીં અને તેથી ACC UAEમાં ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. ત્યારે આ બનેં દેશો વચ્ચે મેચ કોઈ તટસ્થ અને બંને દેશની ગરિમા અને સુરક્ષા જળવાય તેવી જગ્યાએ રમશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ 14 સપ્ટેમ્બર અને ત્યારબાદ જો ભારત અને પાકિસ્તાન સુપર-4માં પ્રવેશ કરે છે તો 21 સપ્ટેમ્બરે બંને ટીમ ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 28 સપ્ટેમ્બરે રમાશે. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 માં ટોપ પર રહે છે તો ટુર્નામેન્ટમાં બંને વચ્ચે ત્રીજી મેચ થઈ શકે છે.
