° 12 દેશના 250 થી વધુ કલાકારોના પરફોર્મન્સે પ્રેક્ષકોનું દિલ જીત્યું ¡¡
અમદાવાદના આઈકોનિક અટલ બ્રિજ પર નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026ફેસ્ટિવલનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને ઈવોક એક્સપિરીયન્સના સહયોગથી 12 દેશના 250 થી વધુ કલાકારોએ તેમના દેશ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે પોલેન્ડ, મેક્સિકો, ઈજીપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગીસ્તાન, સ્લોવેકિયાની સાથે ભારતના પંજાબ, કેરળ તેમજ ગુજરાતના 250 થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની આગવી પ્રસ્તુતિ સાથે મહાનુભાવો સહિત પ્રેક્ષકોના મંત્રમુગ્ધ કર્યા હતા.
ટીમ મેક્સિકો દ્વારા અટલ બ્રિજ પર લયબધ્ધ રીતે વંદે માતરમ ની આગવી રજૂઆત કરવામાં આવી હતી અને તેની વિશેષ ઉજવણીમાં ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ દેશ જોડાયા હતા.
28 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ડાયરેક્ટર અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટ દ્વારા નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 ફેસ્ટિવલનું રણ ઉત્સવ, ટેન્ટ સિટી અને અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાના મંદિરના પ્રાંગણમાં તેમજ અટલ બ્રિજ પર શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
