નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૩૨ વર્ષથી મનો દિવ્યાંગજનો માટે શિક્ષણ, તાલીમ અને પુનર્વસનના કાર્યમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ સેવાભાવી કાર્યના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. નિતીન સુમન શાહ, ચેરમેન – શ્રી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, તેમના ૮૧મા જન્મદિવસ નિમિત્તે મનો દિવ્યાંગજનો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મનો દિવ્યાંગજનો સાથે આત્મિયતા અને પ્રેમભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી, જે સમાજ માટે પ્રેરણારૂપ બની.
આ પ્રસંગે ICAS ગુજરાત ગૌરવંતા એવોર્ડ ચેરમેન & ફાઉંડર્સ શ્રીમતી ગ્રીષ્મા ત્રિવેદી તેમજ નિલેશભાઈ પંચાલ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટનું આ કાર્ય સમાજમાં મનો દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
