મંથન હેલ્પિંગ હેન્ડ્સ – અમદાવાદ દ્વારા વિવિધ સામાજિક સેવા કાર્ય કરવામાં આવે છેઃ જેવા કે,
• જરૂરિયાતમંદ બાળકોને 350 ડઝન ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું
• સ્લમ વિસ્તારોમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરી ગરીબ પરિવારોને આરોગ્ય સેવાનો લાભ અપાયો
• નિરાધાર અને વિધવા માતાઓ-બહેનોને દર મહિને રાશન કિટ આપવામાં આવે છે, જેથી તેમને દૈનિક જીવનમાં સહાય મળે
મનો-દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવે છે અને તેમની સંભાળ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે
• વૃદ્ધાશ્રમોમાં જઈ દાદા–દાદીઓ સાથે વાર્તાલાપ, હૂંફ, પ્રેમ દર્શાવી ભજન-કીર્તન તથા ભોજન સેવા કરવામાં આવે છે
• જરૂરિયાત મંદ બાળકો તથા વૃદ્ધો સાથે દરેક તહેવારોની ઉજવણી
• સ્લમ વિસ્તાર ના બાળકો જે રોડ પર ભીખ માંગી દિવસ પસાર કરે છે. એવા બાળકો ને સ્કૂલ માં અભ્યાસ માટે પ્રવેશ કરાવી સ્કૂલ માં મુકવાનું સેવાકીય કામ
મંથન હેલ્પિંગ હેન્ડ્સ અમદાવાદ ના સ્થાપક જેની બાબુ દ્વારા શહેરની વિવિધ આંગણવાડીઓના 100 કરતાં વધુ બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે બાળકોને કૃષ્ણ અને સુદામાની મિત્રતા પર આધારિત ધાર્મિક મૂવી ‘લાલો’ દર્શાવવામાં આવી, જેથી બાળકોને મનોરંજન સાથે સંસ્કાર અને મૂલ્યો પણ પ્રાપ્ત થાય.
બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો
આગામી દિવસો મંથન હેલ્પિંગ હેન્ડ્સ અમદાવાદ દ્વારા દરેક જ્ઞાતિ ના નિરાધાર અને વિધવા માતાઓ બહેનોના દીકરા અને દીકરી ના સમૂહ લગન નું ખાસ આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી માટે મંથન હેલ્પિંગ હેન્ડ્સ ના ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો:-
https://www.instagram.com/manthanhelpinghands?igsh=bTE4YnU1ZTYwb294
