ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈ ને પૂજાવવું છે.. રે ..ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં !!
અમદાવાદ ના રહેવાસી હરજીવન ચતુર્ભુજ સોની તથા કલાવતી બેન સોની ના પુત્ર કેપ્ટન નિલેશ સોની એ રાષ્ટ્ર , પ્રજાની સલામતી અને સુરક્ષા માટે આપણા દેશની સંરક્ષણ દૃષ્ટિએ સૌથી અગત્ય ની “સિયાચીન રણભૂમિ ‘માં પાકિસ્તાની સેના સામે લડતા “મેઘદૂત ઓપરેશન”અન્વયે સામે લડતા ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ વીરગતિ પ્રાપ્ત કરેલ હતી.
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ”વીર શહીદ કેપ્ટન નિલેશ સોની” ના ૩૯ શહીદ દિવસ નિમિતે ભારતીય લશ્કર દ્વારા દિલ્હી સ્થિત” નેશનલ વોર મેમોરિયલ ” ખાતે વિશિષ્ટ સન્માન ના ભાગ રૂપે ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમની વીરતાને શહીદ ના ભાઈ જગદીશ સોની અને પરિવાર ના સભ્યો તથા ઉપસ્થિત નાગરિકો ની હાજરીમાં અભૂતપૂર્વ સલામી અર્પણ કરવામાં આવી.
ગુજરાત નું ગૌરવ
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ નો સમી સાંજનો સૂરજ, રાષ્ટ્ર , પ્રજા ધર્મ ની સલામતી અને સુરક્ષા માટે ૧૯૪૭ થી ૨૦૨૫ સુધી પોતાના મહામુલા પ્રાણ ન્યોછાવર કરનાર ૨૫૮૦૦ વીર શહીદોની વીરતાને યાદ કરતા નેશનલ વોર મેમોરિયલ ને સૂરજ પોતાના ઢળતા કિરણોથી પુષ્પાંજલિ અર્પણ કરી આથમવાની તૈયારી માં હતો .એ વખતે ભારતીય લશ્કરના ગુરખા રેજિમેન્ટના બહાદુર સૈનિકો ગુજરાત ના વીર “શહીદ કેપ્ટન નિલેશ સોની ” જેમણે સિયાચીન રણભૂમિમાં પાકિસ્તાની સેના સામે લડતા ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ વીરગતિ પ્રાપ્તિ કરેલ,તેમની વીરતાને ગાર્ડ ઓફ ઓનર દ્વારા અભૂતપૂર્વ સલામી અર્પણ કરી રહ્યા હતા.
આ અતિ દેશભક્તિ કારક્રમમાં શહીદના ભાઈ શ્રી જગદીશ સોની અને પરિવારની હાજરીમાં સલામી અર્પણ કરી ત્યારે આખુય ગગન હાજર રહેલ અસંખ્ય દેશભક્તિ દ્વારા “વીર શહીદ કેપ્ટન નિલેશ સોની” અમર રહો ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની…
