ગુજરાત સરકાર અને ફિલ્મફેર વચ્ચે એમઓયુ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં આ એમઓયુ થયા છે.. આ ફિલ્મફેર એવોર્ડસમાં જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર તથા કલાકાર વિક્રાંત મેસી હાજરી આપશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે પાછલા વર્ષોમાં અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો પણ એટલોજ વિકાસ થયો છે.
ગુજરાતના આંતરાષ્ટ્રીય સ્તરના પર્યટન સ્થળોનો વિકાસ અને કુદરતી સૌંદર્ય રણ અને દરિયાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષાઇ છે..
ગત વર્ષે પ્રથવાર ગુજરાતમાં 69મા ફિલ્મફેયર એવોર્ડનું આયોજન થયું હતું.. તેની સફળતાના પગલે સતત બીજે વર્ષે ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે એમઓયુ થયા છે.રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મીંગ ઈન્સેન્ટિવ સ્કીમ અને સિનેમેટિક ટુરિઝમ પોલીસી અમલમાં મુકી છે. તેના કારણે રાજ્ય ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એફડીઆઈ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટની સાથે હવે એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટીનેશન માટે પણ ગુજરાત માનીતુ બન્યું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની ચર્ચાઓ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજયની ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ કહ્યું હતુ કે, આમતો હું વડોદરામાં રહેતો હતો. અમદાવાદ અને વડોદરામાં મારા ઘણા દોસ્તો છે. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું અહીં આવું છું. મને મારો પ્રથમ ફિલ્મફેર પણ ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેરમાં મળ્યો હતો.
