Raksha Bandhan 2025 Date: હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. બહેન અને ભાઈના પ્રેમને સમર્પિત આ તહેવાર હોય છે. માન્યતા અનુસાર આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડ પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખી થવાની કામના કરે છે. તો વળી ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. ભાઈ-બહેન આમ તો હંમેશા ઝઘડતા રહે છે, પણ એકબીજા વિના રહી પણ શકતા નથી. આ દિવસનું ધાર્મિક અને પૌરાણિક ખૂબ જ મહત્ત્વ છે. પૌરાણિક કથા અનુસાર સ્વયં દેવી-દેવતા પણ રક્ષા બંધન મનાવે છે. ત્યારે આ ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક રક્ષાબંધન આ વર્ષે કયા દિવસે આવી રહ્યો છે, રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો રહેશે કે નહીં, કયા શુભ મુહૂર્તમાં બહેનો રાખડી બાંધી શકશે. આ તમામ માહિતી અહીં જાણી શકશો.
ક્યારે છે રક્ષાબંધન
પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટની બપોરે 2 કલાકને 12 મિનિટ પર શરુ થશે અને બીજા દિવસે 1 વાગ્યેને 21 મિનિટ પર સમાપ્ત થઈ જશે. રક્ષાબંધન ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે અને એટલા માટે આ વર્ષે રક્ષાબંધનની સાચી તારીખ 9 ઓગસ્ટ, શનિવાર છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર કે રાખડી બાંધી શકશે.
