જે. જી. કપ 2026 – અંદર 15 બોયઝ ફૂટબોલ ટૂર્નામેન્ટનો શાનદાર અંત આવ્યો, જેમાં SGVP રાજકોટએ ફાઇનલમાં જે, જી. ઇન્ટરનેશનલ સ્કૂલને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવી ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો.
ફાઇનલ મુકાબલો ખૂબ જ કટોકટીભર્યો અને રોમાંચક રહ્યો. નિર્ધારિત સમયમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં SGVP રાજકોટએ સંયમ જાળવીને જીત મેળવી અને જે. જી. કપ ટ્રોફી પોતાના નામે કરી.
જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીઓ તથા મેનેજિંગ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઓપનિંગ અને કલોઝિંગ સેરેમનીએ સંસ્થાની રમતગમત અને યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી.
પાંચ દિવસ ચાલેલા આ નોકઆઉટ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરના 16 અગ્રણી સ્કૂલ્સ અને 150થી વધુ યુવા ફૂટબોલરોએ ભાગ લીધો હતો. ફ્લોઝિંગ સેરેમની દરમિયાન વ્યક્તિગત સિદ્ધિઓને પણ સન્માનિત કરવામાં આવી.
જેમાં એપલ ગ્લોબલ સ્કૂલના ધ્રુવેન ભટ્ટને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ અને જે.જી.ઇન્ટ્સનેશનલ સ્કૂલના આરવ પટેલને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો.
અમદાવાદ ડિસ્ટ્રિકૂટ ફૂટબોલ એસોસિયેશનના સહયોગથી આયોજિત જે. જી. કપ એક નોન-કમર્શિયલ અને રજિસ્ટ્રેશન-ફ્રી ટૂર્નામેન્ટ તરીકે ગ્રાસરૂટ લેવલ પર ફૂટબોલને પ્રોત્સાહન આપવાનું કાર્ય સતત કરતો રહ્યો છે.
