Views: 100
Read Time:58 Second
અમદાવાદ
ભાદરવી પૂનમના અંબાજી માઁ ના દર્શન કરવા ચાલતા જતા પદયાત્રીઓની સેવા માટે શ્રી અંબિકા યુવક મંડળ ( અમદાવાદ નવા વાડજ શ્રીનાથ એપાર્ટમેન્ટ) દ્વારા અંબાજી દાતા એ.પી.એમ.સી માર્કેટ પાસે સતત ૧૫માં વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 3 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર 2025 બે દિવસ દરમિયાન માતાજીની આરતી કરીને કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.
માઁ અંબાના દર્શન કરવા ચાલતા જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પમાં ગરમાગરમ ફૂલવડી,મરચા, પપૈયાનો સંભાર સાથે ગરમ ચા અને વિશ્રામ ગૃહનું ભવ્ય આયોજન શ્રી અંબિકા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
