શિવભક્તો માટે પરમ આનંદનો વિષય છે કે, શ્રી મહાકાલ મંદિર-ઊજ્જૈનની પરંપરા અનુસાર સદાય જેનું પૂજનઅર્ચન થાય છે એવા કર્ણાવતીનગરના એક માત્ર શિવાલય શ્રી મહાકાલ મંદિર, સરદારનગર, ખાતે દસ દિવસીય મહાશિવરાત્રી પર્વ અને શિવ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. સદૈવ ભસ્મ રમનારા, ભૂતભાવન મહાકાલ ૯ દિવસ સુધી રાજસી વેશમાં ભક્તોને દર્શન આપશે.આ દિવસો દરમિયાન બાબા મહાકાલને દૂલ્હા સ્વરૂપે શણગારવામાં આવશે.
📅 ઉજવણીનો સમયગાળો:
૬ ફેબ્રુઆરી (શુક્રવાર) થી ૧૫ ફેબ્રુઆરી (રવિવાર)
🌸 શિવ નવરાત્રિ શૃંગાર દર્શન 🌸
પ્રથમ દિવસ (૬ ફેબ્રુઆરી): ચંદન ધારણ શૃંગાર
દ્વિતીય દિવસ (૭ ફેબ્રુઆરી): વસ્ત્ર ધારણ શૃંગાર
તૃતીય દિવસ (૮ ફેબ્રુઆરી): વાસુકી નાગ ધારણ શૃંગાર
ચતુર્થ દિવસ (૯ ફેબ્રુઆરી): ઘટાટોપ શૃંગાર
પંચમ દિવસ (૧૦ ફેબ્રુઆરી): છબીના શૃંગાર
ષષ્ઠ દિવસ (૧૧ ફેબ્રુઆરી): હોલકર સ્વરૂપ શૃંગાર
સપ્તમ દિવસ (૧૨ ફેબ્રુઆરી): મનમહેશ સ્વરૂપ શૃંગાર
અષ્ટમ દિવસ (૧૩ ફેબ્રુઆરી): ઉમા મહેશ સ્વરૂપ શૃંગાર
નવમ દિવસ (૧૪ ફેબ્રુઆરી): નટરાજ સ્વરૂપ શૃંગાર
🔱 મહાશિવરાત્રી પર્વ – ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ (રવિવાર) 🔱
વિશેષ ભાંગ શૃંગાર દર્શન અર્ધરાત્રિએ ચાર પ્રહર પૂજન બાદ:
💐 સપ્તધાન મુખારવિંદ શૃંગાર (પુષ્પ મુકુટ શૃંગાર દર્શન)
(૧૬ ફેબ્રુઆરી, સવારે ૪:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી)
🔥 શિવ નવરાત્રિ સમાપન (૧૬ ફેબ્રુઆરી, સોમવાર):
બપોરે ૧૨:૦૦ વાગ્યે – વર્ષમાં એકવાર થતી વિશેષ ભસ્મ આરતી ના દર્શન સાથે મહોત્સવનું સમાપન થશે.
⏰ દૈનિક સેવા તથા આરતીનો સમય (૬ થી ૧૫ ફેબ્રુઆરી)
પ્રાતઃકાલીન અભિષેક, શૃંગાર અને ભસ્મ આરતી: સવારે ૩:૩૦ થી ૫:૩૦
નૈવેદ્ય આરતી: સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦
સંધ્યાકાલીન અભિષેક: બપોરે ૩:૦૦ થી ૩:૩૦
સંધ્યાકાલીન શૃંગાર દર્શન: સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૧:૦૦
સંધ્યા આરતી: સાંજે ૭:૦૦ થી ૭:૩૦
શયન આરતી: રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦
સ્થળ:શ્રી મહાકાલ મંદિર, સરદારનગર, અમદાવાદ.
📞 સંપર્ક સૂત્ર:
8485981008
8866002424
8460871008
|| હર હર મહાદેવ ||
