શ્રીલંકાએ મલ્ટી-સિટી લક્ઝરી વેડિંગ શો સાથે પ્રીમિયમ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પોતાને સફળતાપૂર્વક રજૂ કર્યું
ભારત, સપ્ટેમ્બર, 2025 – શ્રીલંકા ટુરિઝમે ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે તેના દરવાજા સત્તાવારપણે ખોલી દીધા છે અને ભારતીય દંપતિઓ તથા પરિવારોને વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીના એક ખાતે તેમનો વિશેષ દિવસ ઉજવવા માટે હૂંફાળું આમંત્રણ પાઠવ્યું છે.
આ હેતુસર શ્રીલંકા ટુરિઝમે સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ મલ્ટી-સિટી લક્ઝરી વેડિંગ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું અને પોતાને અવિસ્મરણીય લગ્ન અનુભવો ઇચ્છતા દંપતિઓ માટે ખાસ પસંદગી તરીકેના ટાપુ તરીકે સ્થાન આપ્યું હતું.
આ શૉકેસમાં શ્રીલંકાની હોટલ્સ, રિસોર્ટ્સ, હેરિટેજ સ્થળો અને વેડિંગ સર્વિસ પ્રોવાઇડર્સ ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સ, ટ્રાવેલ એજન્ટ્સ અને મીડિયાને પ્રતિનિધિઓને મળ્યા હતા.
દરેક ઇવેન્ટમાં એક્સક્લુઝિવ નેટવર્કિંગ સેશન્સ, અનેરા અનુભવો અને વિશિષ્ટ વેડિંગ કન્સેપ્ટ્સની રજૂઆત થઈ હતી જેમાં ભારતના પરંપરાગત પ્રસંગો તથા સમકાલિન વૈભવી ઉજવણીઓ બંને યોજવા માટે શ્રીલંકાની અદ્વિતીય ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરોના ચેરમેને જણાવ્યું હતું કે શ્રીલંકાએ ડેસ્ટિનેશન વેડિંગ્સ માટેના દરવાજા હવે ખુલ્લા મૂક્યા છે અને અમે ભારતને અમારી સાથે પ્રેમની ઉજવણી કરવા માટે આવવા આમંત્રિત કરીએ છીએ. સમગ્ર ભારતમાંથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અમારી એ માન્યતાનો પુનરોચ્ચાર કરે છે કે શ્રીલંકા ભારતીય યુગલોના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. સુંદર દરિયાકિનારાથી માંડીને ચાના બગીચા, વસાહતી હવેલીઓ અને વિરાસતરૂપી કિલ્લાઓ સુધી આ ટાપુ પાસે લગ્નોને સાચા અર્થમાં યાદગાર બનાવવા માટે બધું જ છે.
શા માટે તમારા લગ્ન માટે શ્રીલંકાની પસંદગી કરવી?
વૈવિધ્યપૂર્ણ સ્થળોઃ ખુલ્લા પગે દરિયાકિનારા પર વચનો આપવાથી માંડીને બગીચામાં શાંત ઉજવણીઓ અને ઐતિહાસિક કિલ્લા કે લક્ઝરી રિસોર્ટમાં ભવ્ય ઉજવણીઓ સુધી
નિકટતા અને સરળ પહોંચઃ ભારતના મોટા શહેરોથી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ અને અતિથિઓ માટે ઝંઝટમુક્ત વિઝા પ્રોસેસીસ
વૈભવતા અને કિફાયતીપણુઃ ભવ્ય લગ્નો અને અંતરંગ બુટિક ઉજવણીઓ બંને માટે ખાસ પેકેજીસ
નિપુણતા જેના પર તમે ભરોસો મૂકી શકો: વિશ્વકક્ષાનો આતિથ્યસત્કાર, વેડિંગ પ્લાનર્સ અને ભારતીય પરંપરાઓથી સારી રીતે વાકેફ કેટરિંગ ટીમ્સ
અનોખા અનુભવોઃ સાંસ્કૃતિક આગતાસ્વાગતા, વીઆઈપી સુવિધા, એરપોર્ટ બ્રાન્ડિંગ, પોલીસ એસ્કોર્ટ્સ અને ડેકોર અને પ્રોડક્શન માટે કસ્ટમ સપોર્ટ જે સરળ સફર સુનિશ્ચિત કરે છે.
ઉદ્યોગની મજબૂત હાજરી
વેડિંગ શૉકેસીસમાં શ્રીલંકાની લક્ઝરી હોટલ્સ, આઇકોનિક સ્થળો અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ભારતના અગ્રણી વેડિંગ પ્લાનર્સ અને ટ્રાવેલ એજન્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સહયોગાત્મક ભાવનાએ ફૂલીફાલી રહેલા ક્રોસ-બોર્ડર વેડિંગ ટુરિઝમ માર્કેટ માટેની સંભાવનાઓ દર્શાવી હતી.
વિસ્તરતું જતું ડેસ્ટિનેશન વેડિંગ માર્કેટ
આ કાર્યક્રમમાં ભારતીય યુગલોમાં બુટિક અને ઇન્ટિમેટ વેડિંગ્સના વધી રહેલા ટ્રેન્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. શ્રીલંકા ટુરિઝમે સાંસ્કૃતિક સમૃદ્ધિ, કુદરતી સૌંદર્ય અને પોસાય તેવા દરે વૈભવતાનો સમન્વય કરીને ખાસ તૈયાર કરેલા પેકેજીસ અને અદ્વિતીય અનુભવો સાથે આ ઉભરી રહેલા સેગમેન્ટમાં સેવાઓ પૂરી પાડવાની તેની તૈયારી દર્શાવી હતી.
YOUTUBE LINK +
https://youtu.be/o4M_uqmRA18?si=3P28naT7zfVjdQOR
