ઠક્કર બ્રધર્સ એકેડેમી ઓફ મ્યુઝિક ની શરૂઆત સાઉથ બોપલ ખાતે 28 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવી હતી
અમદાવાદ માં સાઉથ બોપલ ખાતે આવેલ ઠક્કર બ્રધર્સ એકેડેમી ઓફ મ્યુઝિક નિશાંત ઠક્કર અને જૈનિલ ઠક્કર ના સંચાલન હેઠળ ચાલી રહેલ મ્યુઝિક એકેડેમી છે કે જેમાં અનુભવી શિક્ષકો દ્વારા વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાદન તથા ગાયન ની પદ્ધતિસર ની તાલીમ આપવામાં આવે છે.
એકેડેમી ના ઓનર્સ નિશાંત ઠક્કર અને જૈનિલ ઠક્કર, બંને ભાઈઓ સંગીત ક્ષેત્રે છેલ્લા 12 વર્ષ થી પણ વધારે સમય થી કાર્યરત છે. અને બંને ભાઈઓ વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ગાયન ની પદ્ધતિ સર ની ઑનલાઇન તથા ઓફલાઈન તાલીમ આપે છે.
ધીરે ધીરે કરતા પોતાની મહેનત અને સફળતા થી તેઓ અત્યારે 12 જેટલા અલગ અલગ દેશો માં ઑનલાઇન તાલીમ આપી રહ્યા છે તેમજ ઇન્ટરનેશનલ મ્યુઝિક ટીચર્સ તરીકે સુપ્રસિદ્ધ થયા છે.
ઠક્કર બ્રધર્સ એકેડેમી એ એક જ વર્ષ ના ટૂંકા સમયગાળા માં 100 એડમિશન પૂરા કરીને સફળતા તથા પ્રસિદ્ધિ મેળવેલ છે. આથી કરીને ઠક્કર બ્રધર્સ એકેડેમી ઓફ મ્યુઝિક સંગીત વિધાલય ને એક વર્ષ પૂર્ણ થવાની ખુશી માં પોતાના વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપવા તેમજ તેમને મંચ પર ઉભા થવાની ઉજ્જવળ તક આપવા અને કલા ક્ષેત્રે તેમને આગળ વધારવા ભવ્ય સંગીત સમારોહ નું આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ ના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં 4 વર્ષ ની ઉંમર થી લઈને 65 વર્ષની ઉંમર સુધીના કુલ 75 થી વધુ વિધાર્થીઓ એ સ્ટેજ પર પ્રોફેશનલ ટીમ સાથે પર્ફોર્મ કર્યું.
Youtube link :-
