પંકજ જૈન સંઘ ના આધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ૧૭ જાન્યુઆરી પોષ વદ ૧૪ ના શનિવારના રોજ શ્રી પંકજ જૈન સંઘના સ્થાપક પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના પ્રશિસ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરા ના સંવાહક ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રામાં યોજાનાર છે. આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મહા સુદ ૭ ને તારીખ ૨૫ જાન્યુઆરીના રોજ સમાપન થશે.
પંકજ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ જયંતીલાલ શાહ એ શ્રી પંકજ જૈન સંઘની ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૯ દિવસ ચાલનારા ધ્વજા સુવર્ણ મહોત્સવ દરમ્યાન મહોત્સવના પ્રથમ દિવસે અર્થાત આજે ૧૦૦૮ જેટલા જૈન શ્રાવક અને શ્રાવીકા સામુહિક આયંબીલ તપ કરશે, ૨૪ ભગવાનના ત્રિગડા સાથે સ્નાત્ર મહોત્સવ જેમાં શ્રી સંભવનાથ ભગવાન, આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનના સમાવેશ થાય છે.
આ મહોત્સવ દરમ્યાન કુંભ સ્થાપના, જવારા રોપણ, અર્હત મહાપૂજન, દિપક સ્થાપના, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૯ દીવસીય કાર્યક્રમ દરમ્યાન તારીખ ૧૭ જાન્યુઆરી ના રોજ સવારે ૮:૩૦ કલાકે ગુરુ ભગવંતોની રાજાસાહી પ્રવેશ.
તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ સંગીતકાર (શ્રીપાળ રાજા) નો વિશિષ્ટ ચોવીસ ત્રીગડા સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ, રાત્રે ૮:00 કલાકે “હર કાર્ય સંભવ હૈ” વિષય પર શ્રી રાહુલ કપૂર જૈન (મોટીવેશનલ સ્પીકર) યુવાનોને પ્રોત્સાહિત કરશે.
૧૯ જાન્યુઆરીના રોજ સવારે ૮:30 કલાકે શ્રી ભક્તામર પૂજન અને ૨:૩૦ વાગે પાર્શ્વ પંચ કલ્યાણકની પૂજા. મહત્વની વસ્તુ એ છે કે જૈન શ્રાવક અને શ્રાવિકા ને જૈન ધર્મના જ્ઞાનની કસોટી રૂપે તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ રાત્રે ૮:00 કલાકે “કૌન બનેગા સમ્યકજ્ઞાની” ની કસોટી પણ રાખવામાં આવી છે. આમા બાળકોના જ્ઞાનમાં જૈન શાસનની કાર્ય શૈલીનુ વધારાનું જ્ઞાન મળી શકે તે માટે આ ક્વીઝનું આયોજન કરેલ છે.
૨૦ જાન્યુઆરી ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી સંતિકરં પૂજન બપોરે ૨:૩૦ કલાકે સાધ્વીજી ભગવંતો નું પ્રવચન.
૨૧ જાન્યુઆરીના રોજ ભવ્ય અર્હત મડાપૂજન-૧.
૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય અર્હત મહાપૂજન-ર, રાત્રે ૮ કલાકે “એક શામ સંભવનાથ ભગવાન કે નામ”.
૨૩ જાન્યુઆરી રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય રથયાત્રા,બપોરે 1ર:૩૦ કલાકે અર્હત મહાપૂજન-૩ તેમજ સાંજે ૮:00 કલાકે મહા આરતી.
૨૪ જાન્યુઆરીના રોજ શુભ મુહુર્તે ૫૦મી ધ્વજા આરોહણ, બપોરે ૧૨:૩૯ કલાકે બૃહદ શાંતિ સ્નાત્ર, સાંજે ૭:00 કલાકે મહાપૂજા ઉદઘાટન, જિનાલય.
૨૫ મી જાન્યુઆરીના રોજ સવારે શુભ મુહુર્તે દ્વારો ઉદ્ઘાટન, સત્તર ભેદી પૂજા સંભવ મહિલા મંડળ દ્વારા ભણાવશે.
આ સિવાય શ્રી પંકજ જૈન સંઘે ૫૦ વર્ષ દરમ્યાન જે પણ કામગીરી કરી છે તેના આંશિક અંશો નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
YOUTUBE LINK :-
