• ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કરશે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાતના ૫૭મા પ્રાંત અધિવેશનનું ઉદ્ઘાટન કરશે
અધિવેશનનું ઉદ્ઘાટન સમારંભ મંગળવાર, ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે, જેમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કે.પી. ગ્રુપના સ્થાપક શ્રી કારૂકભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે તથા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી એસ. બાલકૃષ્ણજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરી અધિવેશનની મહત્તા અને ગૌરવને વધુ ઉન્નત બનાવશે.
ત્રિ દિવસીય દિવસીય પ્રાંત અધિવેશનમાં રાજ્યના સર્વ જિલ્લાઓ, યુનિવર્સિટીઓ તથા મહાવિધાલયોમાંથી હજારો વિધાર્થી પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને વિધાર્થી નેતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. અધિવેશન દરમિયાન શિક્ષણ, વિધાર્થી હકો, સામાજિક પ્રશ્નો તેમજ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વ્યાપક ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવશે.
આ અધિવેશનનું મુખ્ય લક્ષ્ય વિધાર્થી કલ્યાણ, શિક્ષણ ક્ષેત્રનો સવાંગી વિકાસ અને યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે જાગૃત તથા સશક્ત બનાવવાનું છે.આ અધિવેશન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને અનુસંધાને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP)ના ૫૭મા ગુજરાત પ્રદેશ અધિવેશનની થીમ “સરદારને રાષ્ટ્ર એકતાનો સંદેશ, આજની ગુજરાતની વિધાર્થી શક્તિનો ઉદ્દેશ રાખવામાં આવી છે. આ ઉપરાંત અધિવેશન દરમિયાન ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયતી, રાણી અબ્બકાની ૫૦૦મી જન્મજયંતી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તથા પ્રો. યશવંતરાવજી કેલકરના શતાબ્દી વર્ષને અનુલક્ષીને વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી રાષ્ટ્રનિર્માણમાં મહાન વ્યક્તિત્વોના યોગદાનને ઉજાગર કરવામાં આવશે.
અધિવેશન પૂર્વે આણંદ લોકસભા ક્ષેત્રના માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા એક વિશેષ પ્રદર્શની ઉદ્ધાટન કરવામાં આવશે. આ પ્રદર્શની માં અખિલ ભારતીય વિધાર્થી પરિષદની સ્થાપનાથી લઈને આજ સુધીની યાત્રા, વિવિધ વિદ્યાર્થી આંદોલનોમાં તેની ભૂમિકા, રાષ્ટ્રનિર્માણમાં વિધાર્થીઓનું યોગદાન તથા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવામાં આવશે.
આ પ્રદર્શની વિધાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે પ્રેરણાસ્રોતરૂપ બનશે.ત્રિ દિવસીય અધિવેશન દરમિયાન શિક્ષણ વ્યવસ્થા, વિધાર્થીઓના અધિકાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સામાજિક સમરસતા તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ જેવા વિષયો પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવશે. આ ચર્ચાઓના આધારે શિક્ષણ અને સામાજિક મુદ્દાઓને લગતા વિવિધ પ્રસ્તાવ રજૂ કરી પ્રતિનિધિઓની ચર્ચા બાદ પારિત કરવામાં આવશે. આ પ્રસ્તાવ આવનાર સમયમાં વિધાર્થી સમાજ અને રાષ્ટ્રહિત માટે એબીવીપીની કાર્યદિશા નક્કી કરશે.
અધિવેશનના અંતર્ગત એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિધાર્થી શક્તિ સંગઠનાત્મક એકતા, શિસ્ત અને દેશભકિતનું પ્રદર્શન કરશે. આ શોભાયાત્રા આણંદ શહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જશે તેમજ વિધાર્થી આંદોલનનું સકારાત્મક અને ચનાત્મક સ્વરૂ૫ જનતા સમક્ષ રજૂ કરશે.
સંગઠનની આંતરિક લોકશાહી પ્રક્રિયા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. લક્ષ્મણભાઈ ભુતાડિયા પુનઃ નિર્વાચિત થયા છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ નવ નિર્વાચિત થયા છે.અધિવેશન દરમિયાન તેઓ પોતાની જવાબદારીઓ સંભાળશે.
અધિવેશનના અંતે એબીવીપીની નવી ગુજરાત પ્રાંત કાર્યકારિણીની પણ જાહેરાત કરવામાં આવશે. આનંદમાં યોજાનાર આ ૫૭મું પ્રાંત અધિવેશન રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં નવી ઉર્જા, નવી દિશા અને નવી પ્રતિબદ્ધતાનું પ્રતીક બનીને એક ઐતિહાસિક અધ્યાયરૂપ સાબિત થશે.
ત્રિ દિવસીય પ્રાંત અધિવેશનની સ્વાગત સમિતિમાં જાણીતા ઉધોગપતિઓ, વકીલો, રાજકીય આગેવાનો, શિક્ષણવિદો અને સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનોનો સમાવેશ થાય છે. સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી મેહુલ પટેલજી અને સ્વાગત સમિતિના મંત્રી શ્રી પિંકલભાઈ ભાટિયા જીના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યો અધિવેશનની સફળતા માટે અવિરત કાર્ય કરી રહ્યા છે.
આ સંદર્ભે એબીવીપી ગુજરાતના પ્રાંત મંત્રી શ્રી સમર્થ ભટ્ટએ જણાવ્યું કે, “અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાતનું ૫૭મું પ્રાંત અધિવેશન ૫ થી ૮ જાન્યુઆરી દરમિયાન આનંદમાં યોજાવા જઈ રહ્યું છે, જેને લઇ રાજ્યભરના એબીવીપી કાર્યકર્તાઓ તથા સમગ્ર વિધાર્થી સમાજમાં ભારે ઉત્સાહ છે. દર વર્ષે વિધાર્થીઓને લગતા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરી તેમના ઉકેલ માટે કાર્યયોજનાનો નિર્ધાર કરવામાં આવે છે.
આ વર્ષે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, કે.પી. ગ્રુપના સ્થાપક શ્રી ફારૂકભાઈ પટેલજી. આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલજી તથા એબીવીપીના રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી એસ. બાલકૃષ્ણજીની ઉપસ્થિતિ અમારું ગૌરવ વધારશે. આણંદ યોજાનાર આ ઐતિહાસિક અધિવેશનમાં જોડાનાર તમામ વિધાર્થી પ્રતિનિધિઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.”
આણંદ :- સંવાદદાતા :- કુશભોઈ
