‘વિશ્વગુરુ’ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ સુકૃત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચરની સંયુક્ત ભાગીદારીથી બનાવવામાં આવી છે. “એક કહાની જે તમારા મનને ચકરાવી દેશે” ના ટેગલાઈન સાથે રજૂ થતી આ ફિલ્મ રહસ્યમય અને થ્રિલિંગ પ્લોટનું વચન આપે છે, જે ગુજરાતી ઓડિયન્સ માટે એક નવો અનુભવ લઈને આવી શકે છે.
તાજેતરમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટ્રેલર ઓડિયન્સમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે. ટ્રેલરની ઝલક પરથી લાગે છે કે ‘વિશ્વગુરુ’ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અગાઉ ક્યારેય ન જોવાયેલો કોન્સેપ્ટ રજૂ કરશે. ટ્રેલરમાં ઘણી બાબતોને રહસ્યમય રાખવામાં આવી છે, જે ફિલ્મની સ્ટોરી વિશે ઓડિયન્સને વધુ જાણવા માટે ઉત્સુક બનાવે છે.
https://youtu.be/dzVTvlIgyOA?si=rbWDjApwekQcSmyE
ટ્રેલરનું પ્રોડક્શન લેવલ અત્યંત ઉચ્ચ ક્વોલિટીનું દેખાય છે, જે ગુજરાતી ઓડિયન્સની રોમેન્ટિક અને કોમેડી જોનરથી અલગ નવા કોન્સેપ્ટની અપેક્ષા રાખતી પસંદગીને પૂરું કરે તેવું લાગે છે. ટ્રેલરની ઝલકથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થવાના સંકેતો મળી રહ્યા છે.ફિલ્મનું એક મોટું આકર્ષણ છે દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્ના, જેમણે ‘શક્તિમાન’ તરીકે બાળકો અને યુવાનોના દિલોમાં છાપ છોડી છે. ગુજરાતી સિનેમામાં તેમનો આ પ્રથમ પ્રયાસ છે, અને ટ્રેલરમાં તેમની હાજરી એક પ્રેરક અથવા શક્તિશાળી પાત્ર તરીકેની ઝલક આપે છે. તેમની સાથે ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની, ચેતન દૈયા, સોનાલી લેલે અને કુરૂષ દેબૂ જેવા કલાકારો જોવા મળશે.
ફિલ્મનું નિર્માણ સતીશ પટેલના યોગદાનથી મજબૂત બન્યું છે. ટ્રેલરની નેક્સ્ટ-લેવલ પ્રેઝન્ટેશન, મ્યુઝિક, અને સીનની ગતિ ફિલ્મની સફળતામાં મહત્વનો ફાળો આપે તેવી શક્યતા છે. ‘વિશ્વગુરુ’ એક એવી ફિલ્મ બનવાની શક્યતા ધરાવે છે, જે બાળકો, પરિવારો, અને યુવાનોને સમાન રીતે આકર્ષે. ગુજરાતી સિનેમામાં નવી જોનરની શરૂઆત કરતી આ ફિલ્મ એક પ્રકારનું પરિવર્તન લઈને આવી રહી હોવાનું ટ્રેલરની ઝલકથી સ્પષ્ટ થાય છે.
