• તારીખ 22-01-2026 ના રોજ નીલકંઠ મહાદેવ મંદિર શિલ્પા સોસાયટી પાસે, વલ્લભપાર્ક સાબરમતી અમદાવાદ ખાતે આયોજન !!
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની અસીમ કૃપાથી, ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી, ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ, ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિરની પુનઃસ્થાપનાની યાદમાં ભવ્યાતિભવ્ય દ્વિતીય સુંદરકાંડ પાઠનું આયોજન હિન્દુ સામ્રાજ્ય સેનાના પ્રમુખ અશોક દિન દયાલ શર્મા દ્વારા તારીખ 22-01-2026 ના રોજ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન નીલકંઠ મહાદેવ મંદિર શિલ્પા સોસાયટી પાસે, વલ્લભપાર્ક સાબરમતી અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.
સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે !!
શ્રીરામચરિત માનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે. આ શ્રીરામના પરમભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ વધે છે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. હનુમાનજી એક વાનર હતા, તેઓ સમુદ્રને ઓળંગીને લંકા પહોંચી ગયા અને જ્યાં માતા સીતાની શોધ કરી, લંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને શ્રીરામની પાસે પાછા આવ્યા. એક ભક્તની જીતનો અધ્યાય છે સુંદરકાંડ. જે પોતાની ઈચ્છાશક્તિના બળે જ આટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવેલા છે. એટલા માટે આખા રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે. તેના પાઠથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને હકારાત્મકતા વધે છે. તેને લીધે સુંદરકાંડનું વિશેષ પઠન કરવામાં આવે છે.
હિન્દુ સામ્રાજ્ય સેના આયોજિત સમગ્ર કાર્યક્રમ મા પરિવાર સાથે પધારવા અને સુંદરકાંડના પાઠનો આનંદ માણવા હિન્દુ સામ્રાજ્ય સેનાના પ્રમુખ અશોક દિન દયાલ શર્મા દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
🔭 વધુ માહીતી માટે સંપર્ક કરો :- 9824014505
📞 9426716333, 8433046891, 932852241
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DTvQOUBjMCd/?igsh=djBsODRoajUxd29p
