અમદાવાદ:- ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં ઇસરો સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (એસએસી) ખાતે Moonshots and Marathons પુસ્તકનું આજે વિમોચન કર્યું હતું. આ પુસ્તક ભારતમાં ડીપટેક સ્ટાર્ટઅપ્સ ઊભા કરવા અને તેને વિકસાવવા માટેની પ્રેક્ટિકલ ગાઇડ છે. સ્થાપકો, રોકાણકારો, વૈજ્ઞાનિકો તથા ભારતની ઇનોવેશન અને ડીપટેક કમ્યૂનિટીના ઇકોસિસ્ટમ હિસ્સેદારોની ઉપસ્થિતમાં બંધબારણે આ આ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલની સાથે ઇસરો સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના કંટ્રોલર વિવેક જૈન, જેબીએમ ગ્રુપના ચેરમેન એસ. કે. આર્ય, ઇસરો સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઇ, ચિરિપાલ ગ્રુપના પ્રમોટર જ્યોતિપ્રકાશ ચિરિપાલ અને 8X Ventures ના ડિરેક્ટર ચિરાગ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચિરાગ ગુપ્તા, ગોવિંદ કેડિયા અને ડો. સુનીલ કે. શેખાવતે આ પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં ભારતમાં જ્ઞાન આધારિત કંપનીઓ ઊભી કરવાની વાસ્તવિકતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં સંશોધનને વાસ્તવિક પ્રોડક્ટ્સમાં ફેરવવા, બૌદ્ધિક સંપત્તિ સંભાળવા, પેટન્ટ કેપિટલની એક્સેસ મેળવવા અને લાંબા ગાળાના ટેક્નોલોજી બિઝનેસીસ ઊભા કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પુસ્તક અંગે ચિરાગ ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીપટેક કંપનીઓ ઊભી કરવામાં થોડા મહિના નહીં, વર્ષો લાગે છે. Moonshots and Marathons સાથે અમારો ઉદ્દેશ્ય એવી વ્યવહારિક માર્ગદર્શિકા તૈયાર કરવાનો હતો જે વર્કિંગ પ્રોટોટાઇપ અને સ્કેલેબલ બિઝનેસના તબક્કા વચ્ચે સ્થાપકોને જે વાસ્તવિકતાઓનો સામનો કરવો પડે છે તેના પર પ્રકાશ પાડે તથા આ સફરને ઘટાડવામાં મદદ કરી શકે તેવા પાઠ રજૂ કરે.
પુસ્તકના સહ-લેખક ડો. સુનીલ કે. શેખાવતે જણાવ્યું હતું કે, “ભારત પાસે મજબૂત વૈજ્ઞાનિક પ્રતિભા છે પરંતુ લેબોરેટરીથી લઈને બજાર સુધીનો માર્ગ ખૂબ જટિલ છે. સ્થાપકો આ માર્ગમાં વધુ સ્પષ્ટતા સાથે આગળ વધી શકે તે માટે આ પુસ્તકમાં વ્યવહારુ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે.”
પુસ્તકમાં અવકાશ, પર્યાવરણ, આધુનિક ઉત્પાદન અને આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરનાર સ્થાપકોની સફર અને કામકાજને લગતી સમજ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
પેંગ્વિન એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રકાશિત Moonshots and Marathons બુકસ્ટોર્સ તથા ઓનલાઇન માધ્યમો દ્વારા ઉપલબ્ધ છે.
About the Book
Moonshots and Marathons is a practical guide for founders building DeepTech and science-led startups in India. The book focuses on the long, complex journey from research to commercialisation, covering themes such as intellectual property strategy, product-market fit in emerging technologies, accessing patient capital, building early customer base, and scaling technology businesses over time. Drawing on real-world founder experiences and operational insights, the book offers grounded guidance for entrepreneurs, investors, and ecosystem stakeholders working in space, climate, healthcare, advanced manufacturing, and other innovation-driven sectors.
