ગાંધીનગર: ધ લીલા ગાંધીનગરે તેના સિગ્નેચર ફાઇન-ડાઇનિંગ રેસ્ટોરન્ટ, ‘દિયા’ ખાતે એક વિશિષ્ટ, સાંજનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ આમંત્રિતો અને ભોજન રસિયાઓ એકત્ર થયા હતા। તેમને સ્વાદિષ્ટ, લિજ્જતદાર અને પરંપરાગત વાનગીઓનો અનોખો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
આ નવું શરૂ કરાયેલું મેનુ ઉત્તર સીમા પ્રદેશની સમૃદ્ધ રસોઈ પરંપરાને સમર્પિત છે. આ રસોઈ તેના સુગંધિત સ્વાદ, ધીમે તાપે બનાવવાની રીત અને વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત વાનગીઓ માટે પ્રસિદ્ધ છે. ‘દિયા’ માં આ પરંપરાગત સ્વાદ અને રીતોને સાચવી રાખવામાં આવ્યા છે, સાથે સાથે તેને આજના સમય પ્રમાણે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ઋતુ પ્રમાણે મળતી તાજી સામગ્રી અને અલગ-અલગ પ્રદેશોની પ્રેરણાથી તૈયાર કરાયેલી દરેક વાનગીઓમાં ઊંડો સ્વાદ, પરંપરાની છાપ અને રસોઈની કુશળતા જોવા મળે છે.
આ નવીનતમ સ્વાદનું નેતૃત્વ શેફ ઇષ્ટિયાકે અને તેમના અનુભવી રસોઈ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તેમને મળેલો ફાઈ સ્ટાર હોટેલોંમાંનો અનુભવે આવા મેનુ તૈયાર કરવામાં મદદ કરી છે, જે પરંપરા સાથે સમર્પિત છે અને આધુનિક રસોઈની રીતોને પણ સમાવારે છે. આમંત્રિતોને દરેક વાનગીઓની માહિતીસભર પ્રેરણા થકી તેમને સ્વાદભર્યો રસપ્રદ અને યાદગાર અનુભવ કરાવ્યો.
“આ નવી શરૂઆત સાથે, ધ લીલા ગાંધીનગર, સુઘડ ભારતીય રસોઈ અને વિવેકપૂર્ણ રીતે તૈયાર કરાયેલ ભોજનના અનોખા અનુભવ પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે ભવ્યતા અને હૃદયપૂર્વકની મહેમાનનવાજી પર આધારિત છે.” એમ વિકાસ સૂદ, જનરલ મેનેજરે જણાવ્યું.
આ અનાવરણ ‘દિયા’ માટે એક મહત્વપૂર્ણ નવો અધ્યાય નિરૂપિત કરે છે અને ગુજરાતમાં ધ લીલા ગાંધીનગરને એક અગ્રણી ફાઇન-ડાઇનિંગ સ્થળ તરીકે મજબૂત બનાવે છે.
