યુનિફીડરે વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને માર્ગ સલામતા વધારવામાં મદદરૂપ થવા માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં કોમર્શિયલ વ્હીકલ ડ્રાઇવર્સ અને તેને સંલગ્ન ટ્રાન્સપોર્ટ વર્કર્સ માટે ત્રણ મહિના સુધી ચાલનારો વિઝન સ્ક્રીનિંગ પ્રોગ્રામ (આંખોની તપાસ માટેનો કાર્યક્રમ) શરૂ કર્યો છે.
આ વિઝન સ્ક્રીનિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ સામાન્ય દ્રષ્ટિમાં રહેલી સમસ્યાને જાણવા માટે લગભગ 9,000 ડ્રાઇવર્સ અને સંલગ્ન ટ્રાન્સપોર્ટ વર્કર્સની તપાસ કરવાનો અને તેમના નિદાન થયા પછી તેમને યોગ્ય ચશ્મા પૂરા પાડવાનો છે. મોતિયો કે પછી ગ્લુકોમા જેવી આંખની શંકાસ્પદ સ્થિતિ હોવા પર તેમને જરૂરી સારવાર માટે સ્થાનિક ચેરિટેબલ કે પછી સરકારી આઇ કેર સેન્ટર્સમાં મોકલવામાં આવશે.
યુનિફીડર એ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝમાં વર્લ્ડ લીડર એવી ડીપી વર્લ્ડનો ભાગ છે. ડીપી વર્લ્ડ 79 દેશોમાં કામગીરી કરે છે અને સ્થાનિક સમુદાયોમાં લાંબા સમયથી રોકાણ કરતી રહી
યુનિફીડરના ભારત ખાતેના રિજનલ ડિરેક્ટર શ્રી સીએમ મુરલીધરને જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના કામદારો અમારી લોજિસ્ટિક્સ કામગીરીની કરોડરજ્જુ છે અને તેમની આંખોની સલામતી રસ્તા પર સુરક્ષા અને ઉત્પાદકતા જાળવવા માટે ખૂબ મહત્વની છે. ડ્રાઇવર્સ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે તેમને મદદરૂપ થવા વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ અને માર્ગ પર તેમની સુરક્ષા તથા તેમની કારકિર્દીમાં સ્થિરતા માટે ટેકો આપીએ છીએ.
યુનિફીડરના ચીફ લીગલ ઓફિસર કિસ્ના યાદવે ઉમેર્યું હતું કે પરિવહન ક્ષેત્રના કામદારોની આંખોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાથી ન કેવળ તેમની સુખાકારી સુરક્ષિત થાય છે પરંતુ સમગ્ર સપ્લાય ચેઇનમાં વધુ સલામતી અને કાર્યક્ષમતા પણ મળે છે. આ પહેલ કાયમી સામાજિક અસર ઊભી કરવાની અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો તરફ આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ વિઝન સ્ક્રીનિંગ પ્રોગ્રામનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ એવા દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ તથા અતિથિવિશેષ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ શ્રી મહેશ એચ પુજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિફીડર અને વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિફીડરની કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત હેલ્થકેર પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે હાથ ધરાતી અનેક પહેલ પૈકીની આ એક પહેલ છે.
આ પ્રોગ્રામથી અત્યાર સુધી વિશ્વભરમાં 2 મિલિયનથી વધુ કોમર્શિયલ વ્હીકલ ડ્રાઇવર્સ અને તેને સંલગ્ન ટ્રાન્સપોર્ટ વર્કર્સને લાભ મળ્યો છે અને તેઓ વધુ સુરક્ષિત અને આત્મવિશ્વાસભેર વાહન ચલાવવા માટે સક્ષમ બન્યા છે.
આ પ્રોગ્રામની આશાસ્પદ શરૂઆત યુનિફીડર અને વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશન ની સુલભ તથા નિવારાત્મક આંખોની સંભાળ પૂરી પાડીને તંદુરસ્ત સમુદાયો તથા સુરક્ષિત માર્ગો બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલ થકી બંને સંસ્થાઓ ભારતના અર્થતંત્રમાં ખૂબ જ મહત્વના હજારો ટ્રાન્સપોર્ટ વર્કર્સ માટે મોટી સંભાવનાઓ ખુલ્લી કરવામાં મદદરૂપ થશે.
