• નોન- ડેનિમ શ્રેણીમાં કૂલ ઉત્પાદન ક્ષમતા પ્રતિ માસ 12 લાખ મીટરથી વધારીને 18 લાખ મિટરે પહોંચી છે.
અમદાવાદ :- વાર્વી ગ્લોબલ લિમિટેડ (જે પહેલા આર્વી ડેનિમ્સ અને એક્સપર્ટ્સ લિમિટેડ તરીકે જાણિતી હતી) (એનએસઇ:વીજીએલ, બીએસઇ:514274) એક અગ્રણી ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની જાહેર કરે છે કે, તેમના નોન-ડેનિમ્સ- શર્ટિંગ્સ અને સુટિંગ્સ ફેબ્રિક્સની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વિસ્તરણ કરે છે.
નવી મેનેજમેન્ટ નીતિમાં ડેનિમ ઉપરાંત વૈવિધ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી છે, કંપનીએ સફળતાપૂર્વક તેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ માસ 6 લાખ મીટર વધારી છે, જેનાથી નોન- ડેનિમ્સ- શર્ટિંગ અને સુટિંગ્સ ફેબ્રિક્સની પ્રતિ માસ કુલ ઉત્પાદન ક્ષમતા 12 લાખ મીટરથી વધીને 18 લાખ મીટર થઈ છે.
આ ક્ષમતાનું વિસ્તરણ એ કંપનીના નોન- ડેનિમ સેગમેન્ટમાં દર મહિને 50 લાખ મીટર સુધીની ઉત્પાદન ક્ષમતા હાંસિલ કરવાના લક્ષ્યાંકનો મુખ્ય સિમાચિન્હ છે. મૂલ્યવર્ધિત કાપડ ઉત્પાદનમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા મજબૂત બનાવવાની સાથોસાથ વધતી જતી બજાર માંગને પહોંચી વળવા માટે આ વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ વાર્વી ગ્લોબલ લિમિટેડની ઓપરેશનલ શ્રેષ્ઠતા, ઉત્પાદનમાં નવીનતા તથા લાંબાગાળાના ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
હાલની ઉત્પાદન સુવિધાઓનું ઑપ્ટિમાઇઝેશન અને સુધારેલી ઉત્પાદન પ્રક્રિયાઓના અમલીકરણ દ્વારા વધારાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી છે, જેનાથી કંપની કડક ગુણવત્તા ધોરણો જાળવી રાખીને કામગીરીને વધારી શકે છે.
આ વિકાસ વિશે શ્રી જયમિન કૈલાશ ગુપ્તા, વાર્વી ગ્લોબલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કહે છે, “ઉત્પાદન ક્ષમતામાં વધારોએ અમારા વિકાસની નીતિનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ વિસ્તરણ એ અમારી વધતી જતી ગ્રાહકોની માંગને પહોંચવામાં મદદ કરશે, જેનાથી ટર્નઅરાઉન્ડ ટાઈમ વધશે અને નોન-ડેનિમ્સ- શર્ટિંગ્સ અને સ્યુટિંગ્સ ફેબ્રિક્સમાં અમારા સ્થાનને વધુ મજબૂતી આપશે.”
આ વિસ્તરણ ક્ષમતાની સાથે વાર્વી ગ્લોબલ લિમિટેડ ગ્રાહકોનો સંતોષ વધારવા અને બજારોમાં નવી વ્યવસાયિક તકોને શોધવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે.
For more information:- Please contact,
Varvee Global Limited(Formerly known as Aarvee Denims and Exports Limited)
email-cs@varveeglobal.comPhone:079-30417000
Website:www.varveeglobal.com
