ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ સતત ચર્ચામાં છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, આરજે મહવશને ડેટ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ગઈકાલે (23 જુલાઈ) પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને તે હવે 35 વર્ષનો થઈ ગયો છે. ઘણા સેલિબ્રિટીથી લઈ ફેન્સે તેને શુભેચ્છા પાઠવી હતી પરંતુ એક પોસ્ટ એવી છે જે સૌથી વધુ વાયરલ થઈ રહી છે.
યુઝવેન્દ્ર ચહલને તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશે સુંદર રીતે શુભેચ્છા પાઠવી હતી. આરજે મહવશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચહલનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એક રેસ્ટોરન્ટમાં બેઠો જોવા મળી રહ્યો છે. ચહલનો લુક એકદમ કૂલ છે.
સ્ટોરી શેર કરતી વખતે મહવશે લખ્યું હતું કે, ‘જન્મદિવસની શુભકામનાઓ યુજી, ઉંમર વધવીએ જીવનનો એક ભાગ છે અને જીવનના અન્ય હિસ્સા તેનાથી પણ ખરાબ છે. તેથી ઓલ ધ બેસ્ટ.’ મહવશીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
