રોટરી ક્લબ આદર્શ અમદાવાદ, સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ મહેસાણા અને એન્ડોડેન્ટ સુપરસ્પેશિયાલિટી ડેન્ટલ અને લેસર કોસ્મેટિક સ્કિન ક્લિનિક ત્રણેય સંસ્થાઓ એક સાથે મળી ને એક મહાન ઉત્સાહી પહેલ હાથ ધરી.
ત્રણેય સંસ્થાઓ એ એક સાથે મળી 100 થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર, મેમોગ્રાફી અને PAP ટેસ્ટ માટે હાથ મીલાવ્યો. એન્ડોડેન્ટ સુપરસ્પેશિયાલિટી ડેન્ટલ અને લેસર કોસ્મેટિક સ્કિન ક્લિનિક ખાતે 100 થી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર, મેમોગ્રાફી અને PAP ટેસ્ટ કરવામાં આવ્યો.. સમગ્રકાર્યક્રમ નું સંચાલન રોટરીયન સોનિયા મેડમ ઉર્ફે વંદના નાયકજી, શ્રીમતી છાયા નાયક, ડૉક્ટર નેહા નાયક દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યકમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન શ્રી નિગમ ચૌધરી, રોટેરિયન વિનોદ સિવદાસન અને રોટેરિયન સુભોજિત સેન હાજર રહ્યાં હતાં.
એન્ડોડેન્ટ સુપરસ્પેશિયાલિટી ડેન્ટલ અને લેસર કોસ્મેટિક સ્કિન ક્લિનિક:-
એન્ડોડેન્ટ સુપરસ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર રિમિલ નાયક ભારતના પ્રખ્યાત એન્ડોડોન્ટિસ્ટ છે. તેમણે વિસનગરની પ્રતિષ્ઠિત નરસિંહ ભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ (NPDCH)માંથી કન્ઝર્વેટિવ અને એન્ડોડોન્ટિક્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.
ફેસટચ એડવાન્સ કોસ્મેટિક લેસર ક્લિનિકના ડોક્ટર નેહા નાયક જે ભારતના પ્રખ્યાત ડેન્ટલ સર્જન અને કોસ્મેટોલોજિસ્ટ છે. તેમણે મેંગલોરની પ્રતિષ્ઠિત મણિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન અને પીજી સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કર્યો.
