તાજેતરમાં કોલંબો શ્રીલંકા ખાતે સાઉથ એશિયન કરાટે ફેડરેશન દ્વારા સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ 2025 યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ અને ગુજરાતના કૈરવ રસેશ સંઘવી એ જુનિયર individual male kata કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા અને ભારત દેશનું નામ રોશન કર્યો હતો. કૈરવના કોચ શિહાન અલ્તાફ સૈયદ જે શિટોરિયું શોબૂ કાઇ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે એમને જણાવ્યું હતું કે કોલંબો ના સુગતદાસા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ અને શ્રીલંકા કરાટેડો ફેડરેશન દ્વારા આયોજિત આ કરાટે ચેમ્પિયનશિપ માં ભારતના ખેલાડીઓ એ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યો હતો અને ગુજરાતના કૈરવ સંઘવીએ એ દેશને ગૌરવ આપ્યું છે. હવે અમે એશિયન કરાટે ફેડરેશન જે ચીન ખાતે યોજાવશે એમાં પણ ભાગ લઈને સારા પરફોર્મેન્સ આપીશું.”સેન્ટ કબીર સ્કૂલ DIA ના કૈરવ સંઘવીએ શ્રીલંકાના કોલંબોમાં આયોજિત સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને જુનિયર કાતા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે! 🇮🇳🌍 માત્ર અમારી શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ! 🙌 તમારા સમર્પણ, શિસ્ત અને સખત મહેનત ખરેખર રંગ લાવી છે, કૈરવ. સ્ટાર્સ સુધી પહોંચતા રહો! ⭐કરાટે ડૉ ફેડરેશન ગુજરાતના પ્રેસિડેન્ટ હાંસી કલ્પેશ ખત્રી દ્વારા ગુજરાતના ઉભરતા બાળકો ને ખૂબ પ્રોત્સાહન અને એક સારા પ્લેટફોર્મ આપવામાં આવે છે જેના માટે અમે આભારી છીએ.
