રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા આશ્રમ રોડ ખાતે સ્થિત બી એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ સંસ્થા ખાતે ટીચર્સ ડે નું સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૦ થી વધારે અનુભવી ટીચર્સ ને ગિફ્ટ્સ આપવામાં આવ્યું અને સંસ્થાના સેવા કર્મીઓનો પણ સન્માન થયો.
પછી એક જાણીતા સિંગર્સના ગ્રુપ દ્વારા કરાઓકે સંગીત અને ટીચર્સ માટે ગરબાનું પણ આયોજન થયો. એના પછી બધ્ધા એ સાથે મળી સ્વરૂચિ ભોજન પણ કર્યા.
રોટરી ક્લબ આદર્શ અમદાવાદ ના રોટેરિયન શ્રી હેતલ દોશી અને રોટેરિયન શ્રી પ્રવીણ ગોર એ સમગ્ર કાર્યક્રમના આયોજન કર્યા હતા અને ક્લબ ના રોટેરિયન વિનોદ સિવદાસણ, રોટેરિયન શ્રીમતી સોનિયા વિનોદ, રોટેરિયન હિમાંશુ ભાઈ, રોટેરિયન સુભોજીત સેન અને ભાવનિકા જી તથા કોમલ એ ખાસ હાજરી આપી હતી.
આ ૭૦ જેવા ટીચર્સ અને બહેનો સંસ્થાના ૩૫૦ થી વધુ દિવ્યાંગ સ્ટુડન્ટ્સ ને પોતાના સેવાઓ આપે છે અને આ ટીચર્સ ડે એમને સન્માન આપવાનો ઉજવણી હતી.
