• ભારતના સૌથી મોટા મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી એક્સ્પોમાં ₹5,000 કરોડના વેપારનું લક્ષ્ય
• ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
• 1,000 થી વધુ એક્ઝિબિટર્સ, 400 વૈશ્વિક પ્રતિનિધિઓ અને 100+ આંતરરાષ્ટ્રીય બાયર ડેલિગેશન્સની હાજરી
ગાંધીનગર:- ગુજરાતના ઉપમુખમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં ENGIMACH 2025 નું ઉદ્ઘાટન કર્યું. K&D કમ્યુનિકેશન આયોજિત આ ભવ્ય 17મી આવૃત્તિ ભારતના ઝડપથી વિકસતા ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અગત્યનો માઇલસ્ટોન સાબિત થશે.
3 થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ENGIMACH-2025 એકસ્પો- વિશાળ 1,00,000 ચો.મી. વિસ્તારમાં યોજાયો છે, જે એશિયાના સૌથી મોટા મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી પ્રદર્શનોમાંનું એક છે અને ગુજરાતનું સૌથી વિશાળ ઔદ્યોગિક પ્લેટફોર્મ છે.
જર્મની, જાપાન, યુએસ, યુકે, ફ્રાન્સ, ચાઇના, તાઈવાન, સ્વિટ્ઝરલેન્ડ, યુએઈ, રશિયા, દક્ષિણ કોરિયા, તુર્કી સહિત 400+ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 1,000+ એક્ઝિબિટર્સની હાજરી ENGIMACH ને વિશ્વમાં સ્માર્ટ મેન્યુફેકચરિંગ માટેના ગ્લોબલ હબ તરીકે સ્થાપિત કરે છે.
“ગુજરાત ભારતને ગ્લોબલ મેન્યુફેકચરિંગ કેપિટલ બનાવવાના લક્ષ્યને ગતિ આપી રહ્યું છે”, ઉદ્ઘાટન સમારોહમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ENGIMACH ભારતીય ઉદ્યોગોમાં નવી ટેક્નોલોજીને અપનાવવાની ઝડપ વધારે છે.
“વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ નીતિઓ સાથે ગુજરાત ગ્લોબલ મેન્યુફેકચરિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. તો બીજી તરફ ENGIMACH ભારતના ઉદ્યોગો અને MSMEs ટ્રાન્સફોર્મેટિવ ટેક્નોલોજી અપનાવે તે માટે એક બ્રિજ તરીકે કામ કરે છે. જ્યારે ભારત સ્માર્ટ, ઓટોમેટેડ અને સસ્ટેઈનેબલ મેન્યુફેકચરિંગ તરફ આગળ વધી રહ્યો છે —ત્યારે ગુજરાત તેમાં આગળ રહીને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું,” એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ENGIMACH 2025: 10,000+ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રી 4.0 ની સંપૂર્ણ ઝલક
આ વર્ષે પ્રદર્શનમાં આવેલ ટેક્નોલોજીસ:
* અદ્યતન મશીન ટૂલ્સ
* ઓટોમેશન અને રોબોટિક્સ
* ડિજિટલ મેન્યુફેકચરિંગ સિસ્ટમ્સ
* સ્માર્ટ લોજિસ્ટિક્સ
* AI, ક્લાઉડ અને બિગ-ડેટા આધારિત મેન્યુફેકચરિંગ
* પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ
* ગ્રીન અને સસ્ટેઈનેબલ એન્જિનિયરિંગ
MSME પેવેલિયનમાં જુદા જુદા ઉદ્યોગોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે, જ્યારે સ્ટાર્ટઅપ પેવેલિયનમાં 50+ સ્ટાર્ટઅપ્સ રોબોટિક્સ, AI, ઇન્ડસ્ટ્રીયલ IoT અને ડીપટેક સોલ્યૂશન્સ રજૂ કરી રહ્યા છે.
અગ્રણી ઉદ્યોગકારોની પ્રતિક્રિયા: “ભારત નવા મેન્યુફેકચરિંગ ઓર્બિટમાં પ્રવેશી ચૂક્યું છે”
કમલેશ ગોહિલ, ચેરમેન & મેનેજિંગ ડિરેક્ટર, K&D કમ્યુનિકેશનએ જણાવ્યું કે “ત્રણ દાયકાથી વધુ સમયથી ENGIMACH ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે. ગ્લોબલ સપ્લાઇ ચેઇનમાં બદલાવ સાથે ભારત નવું મેન્યુફેકચરિંગ બહ બની રહ્યું છે. ENGIMACH 2025માં રોબોટિક્સથી લઇને ડિજિટલ ટ્વિન્સ અને ઇન્ટેલિજન્ટ સપ્લાયચેનનો જે સમાવેશ કરાયો છે તે ઔદ્યોગિક વિકાસના નવા યુગના મંડાણ કરશે”
તેમણે ભારતની આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDPમાં 8.2% અને મેન્યુફેકચરિંગમાં 9.1% વૃદ્ધિ દર્શાવે છે કે ઉદ્યોગોમાં ટેક્નોલોજીમાં બદલાવ તીવ્ર ગતિએ વધી રહ્યો છે.
કે.સી. સંપત, મેનેજિંગ ડિરેક્ટર, iNDEXTb જણાવ્યું કે, “ENGIMACH મશીનરી અને ટૂલ્સ અને એન્જિનિયરીંગ ક્ષેત્ર માટે ક્રિટિકલ કેટાલિસ્ટ બની રહ્યું છે. હાલમાં વિકસી રહેલા જિયોપોલિટિકલ લેંડસ્કેપમાં આ પ્લેટફોર્મ આર્થિક વિકાસને વેગ આપવા સાથે MSMEsને મજબૂત કરે છે.”
સંદીપ એન્જિનિયર, પ્રેસિડન્ટ, GCCI એ જણાવ્યું કે, “દરેક ઉદ્યોગના મૂળમાં એન્જિયરિંગ છે. ENGIMACH ટેક્નોલોજી અને ઈનોવેશનનું શ્રેષ્ઠ મંચ છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને આ પ્લેટફોર્મ એવી વૈશ્વિક સંસ્થામાં ફેરવાઇ ગયું છે જે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેની સુવિધાઓ પૂરી પાડે છે ”
મોટી આંતરરાષ્ટ્રીય હાજરી અને બાયર એન્ગેજમેન્ટ
ENGIMACH 2025 માં 90,000+ મુલાકાતીઓની અપેક્ષા, જેમાં નીચેના ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહેશે:
* ઓટોમોટિવ • એરોસ્પેસ • ડિફેન્સ • પાવર
* ફાર્મા • લોજિસ્ટિક્સ • હેવી એન્જિનિયરિંગ
ઇન્ટરનેશલ બાયર -સેલર મીટમાં 100+ આંતરરાષ્ટ્રીય બાયર્સ એવા છે જે ઝડપથી વિકસી રહેલા ગ્લોબલ માર્કેટ્સમાંથી આવે છે જેમાં અલ્જિરિયા, બેનિન, બોત્સવાના, કેમેરૂન, ડીઆર કોન્ગો, ઘાના, કેન્યા, માલી, રવાન્ડા, શ્રીલંકા, તાન્ઝાનિયા, ટોગો, યુગાન્ડા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.
જ્યારે અલગથી, 38 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ITEC (વિદેશ મંત્રાલય) અને EDII થકી પણ મુલાકાતે આવ્યા જેમાં અલ્જિરિયા, બેલારૂસ, બોત્સવાના, ક્રોએશિયા, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, મોરેશિયસ, વિયેતનામ અને અન્યોનો સમાવેશ થાય છે.
“એશિયામાં પ્રથમવાર-1,000 થી વધુ લાઇવ-રનિંગ મશીન્સ”
પી.કે. ઝા, એડવાઇઝર, K&D ગ્રુપ એ જણાવ્યું કે, “ENGIMACH 2025 ભારતનો સૌથી મોટો મશીન-ટૂલ અને મેન્યુફેકચરિંગ ટેક એક્સ્પો છે અને એશિયામાં પ્રથમવાર 1000થી વધુ લાઇવ રનિંગ મશીન્સ તેમાં મૂકાયા છે. 400+ ગ્લોબલ બાયર્સ સાથે ₹5,000 કરોડથી વધુના બિઝનેસની આશા છે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય ને તાકાત આપતું મંચ છે.”
ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટ વધારતાં ઇવેન્ટ્સ અને એક્ઝિબિશનની સાથે સાથે બીજી 3 ઇવેન્ટ્સનું આયોજન છે જે તેનો વ્યાપ વધારે છે.
* 3rd કાસ્ટિંગ્સ & ફાઉન્ડ્રિઝ એક્સપો
* 7th ઇન્ડિયા ટૂલ્સ શો
* સ્ટાર્ટઅપ સમિટ 2025
ત્રણે મળીને મેન્યુફેકચરિંગની સંપૂર્ણ વેલ્યૂ ચેઇનને 360 ડિગ્રી વ્યૂ પ્રદાન કરે છે જેમાં રો મટિરિયલથી લઇને ફિનિશ્ડ કોમ્પોનેન્ટ સુધી અને ટૂલિંગથી લઇને એડવાન્સ પ્રોડક્ટશન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
મશીન ટૂલ્સ, ઓટોમેશન સિસ્ટમ્સ, રોબોટિક્સ, પમ્પ્સ & વાલ્વ્સ, વેલ્ડિંગ સોલ્યૂશન્સ, ગિયર્સ & મોટર્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, પાવર ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરિઝ, મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ, લોજિસ્ટિક્સ ટેક્નોલોજિઝ, ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રકલ્સ બ્રાસ પાર્ટ્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય અને અન્ય પ્રોડક્ટ કેટેગરીઝનો સમાવેશ થાય છે.
ENGIMACH 2025: ભારતને વૈશ્વિક મેન્યુફેકચરિંગ પાવરહાઉસ બનાવવા દિશામાં મંડાણ થઈ રહ્યું છે. ભારત દેશ જ્યારે $5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે ENGIMACH 2025 ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને અપનાવવા, ઈન્ડસ્ટ્રીયલ ઈનોવેશનનો વ્યાપ વધારવા અને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાની ભારતની ક્ષમતાને રેખાકિંત કરે છે.
