અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી.
આ અવસર પર સસ્ટ્રેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) અને આગામી પેઢી માટે ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિશેષજ્ઞ વ્યાખ્યાન સત્રો રહ્યાશ્રી ડૉ. હાર્દિક કુમાર ચૌધરી, ગુજરાત સાયન્સ સિટી દ્વારા “રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસનું મહત્વ” વિષય પર માર્ગદર્શક વ્યાખ્યાન આપવામાં આવ્યું, જેમાં Energy saved today is energy generated for tomorrow લક્ષ્યનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
ડૉ. શુભનારાયણ સાહુ, એસોસિએટ પ્રોફેસર, અદાણી યુનિવર્સિટી દ્વારા “ઊર્જા સંરક્ષણના શિક્ષણની આવશ્યકતા” વિષય પર પ્રેરણાદાયક વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું, જેમાં આગામી પેઢી માટે જવાબદાર ઊર્જા વપરાશ પર ભાર મૂકાયો.તદુપરાંત, ડૉ. મિહિર વેલાણી દ્વારા “નેટ ઝીરો લક્ષ્ય અને હવામાન પરિવર્તન” વિષય પર વિસ્તૃત અને વિચારપ્રેરક ચર્ચા કરવામાં આવી.
આ સાથે એનર્જી વોક, પોસ્ટર પ્રેઝન્ટેશન સૂર્ધા તથા એનર્જી ઓડિટ સ્ાર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ટકાઉ વિકાસ, ઊર્જા બચત, નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમતા જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આ કાર્યક્રમ દ્વારા ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ટકાઉ વિકાસ તથા નેટ ઝીરો લક્ષ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો.
YOUTUBE LINK :-
