Ahmedabad News Gujarat Local News

વેદાંત ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા શેલા ઑડિટોરિયમ ખાતે ઉત્સાહપૂર્વક ૨૧મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો

Views: 337
1 0
Spread the love
Read Time:2 Minute, 1 Second

વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને 1 ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી મિલન પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે વેવ્સ ઓફ સેરેનીટીની થીમ રાખવામાં આવી હતી જેનો મતલબ છે સુખ શાંતિ નો અનુભવ.

વેદાંતઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ ની 10 ફ્રેન્ચાઇઝી ના 5000 જેટલા બાળકોએ આ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલો હતો.

આ પ્રસંગે પૂજા શાહ એ જણાવ્યું કે,

બાળકોએ સુખ શાંતિ અપાવે તેવી અને સાથે સાથે પ્લેન ક્રેશ અને પહલગામ જેવી થીમ પર ડાન્સ કરી શાંતિનો સંદેશ પાસ કર્યો હતો .

આ ઉપરાંત જીવનમાં ભગવાનનું મહત્વ, નારી શક્તિ અને માતૃત્વ ઉપર પણ બાળકોએ ખૂબ જ સુંદર અભિનય કર્યા હતા.

હું વાલીઓની અને બાળકોની, સાથે સાથે અમારા ડિરેક્ટર મેમ, ડોક્ટર શ્રી ઋત્વિબેન વ્યાસ ની અને મારા સંપૂર્ણ સ્ટાફની આભારી છું કે તેઓએ પણ ખુબજ સરસ રીતે સાથ આપ્યો.

કાર્યક્રમની વિશેષ આકર્ષણ તરીકે પ્રિન્સિપાલ રૂત્વી વ્યાસનું પ્રેરણાદાયી વક્તવ્ય રહ્યું. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, મૂલ્યઆધારિત શિક્ષણ અને સામૂહિક સહકારના મહત્વ પર પ્રકાશ પાડયો.સમગ્ર કાર્યક્રમ આનંદ, એકતા અને ગૌરવપૂર્ણ વાતાવરણ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *