અમદાવાદ: સ્કીલ અને રોજગારીના સર્જન કરીને મહિલાઓના સશક્તિકરણના પ્રેરણાદાયી પ્રવાસને આગળ વધારતા દિવા સલોન એ અમદાવાદના મેમનગર ખાતે તેમની ત્રીજી શાખાની ગર્વથી શરૂઆત કરી છે.
દિવા સલોનની શરૂઆત હોમફર્સ્ટ ફાયનાન્સ કંપની દ્વારા એક સીએસઆર પહેલ પ્રોજેક્ટના ભાગરૂપે થઈ હતી, જેને કમ્યુનિટી સહયોગી તરીકે એલિક્સિર ફાઉન્ડેશન અને સ્કિલિંગ પાર્ટનર વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશનના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. 12મી ફેબ્રુઆરી 2024ના રોજ નરોડામાં શરૂ કરેલ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વ્યવસાયિક તાલીમ પ્રોગ્રામ દ્વારા કમ્યુનિટી લાભાર્થીઓને કુશળતાથી સમર્થ બનાવવાનો હતો.
વિવિધ વ્યવસાયોમાંથી, ઘણી મહિલાઓ બ્યુટી અને વૅલનેસ ક્ષેત્રમાં તાલીમ લેવાનું પસંદ કરે છે. તેમના માટે વાસ્તવિક અને સ્થિર રોજગારીની તકો ઊભી કરવા માટે, દિવા સલોન સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે કુશળ તાલીમને આવક મેળવવા માટેના પ્લેટફોર્મમાં ફેરવે છે અને તેમને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. પ્રથમ દિવા સલોન નારોલમાં ખુલ્યું હતું, જ્યાં પ્રશિક્ષિત લાભાર્થીઓને ત્રણ મહિનાની હેન્ડ્સ-ઓન વર્કની તક આપવામાં આવી હતી. તેની સફળતાથી પ્રોત્સાહિત થઈને, બીજી શાખા ઠક્કરબાપા નગરમાં શરૂ કરવામાં આવી હતી, જેનાથી મહિલાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવાની વધુ તક મળી.
લોન્ચિંગ સમયે પોતાના વિચારો વ્યક્ત કરતા ગુજરાતી ફિલ્મ લાલોના કલાકાર કરણ જોશીએ કહ્યું કે, મારું માનવું છે કે સાચો નારીવાદ એટલે દીકરીઓને સશક્ત કરવી, તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદ કરવી અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ આપવામાં છે. કમાવવાનું કામ ફક્ત પુરુષનું નથી. જે મહિલાઓ એકલી છે તેઓ પોતાનું ઘર ચલાવી શકે છે, અને જે મહિલાઓ કામ કરવા માંગે છે, પણ ક્યાંથી અથવા કેવી રીતે શરૂઆત કરવી તે જાણતી નથી, તેમને આ એકેડેમી માર્ગદર્શન આપે છે, નોકરીની તકો પૂરી પાડે છે, ફ્રીલાન્સિંગ વિકલ્પો પૂરા પાડે છે અને તેમને મોટી કંપનીઓ સાથે પણ જોડે છે. પરિણીત મહિલાઓ તેમના પતિઓને ટેકો આપવા માટે આર્થિક રીતે પણ યોગદાન આપી શકે છે. મારા માટે, આ જ નારીવાદનો સાર છે.
હું ખરેખર ઈચ્છું છું કે, દિવા જેવી એકેડેમી દેશભરમાં ખુલે અને ગુજરાતમાં પણ આગળ વધતી રહે, કારણ કે સારા કાર્યને ક્યારેય વધુ પડતી પ્રસિદ્ધીની જરૂર હોતી નથી.
હવે, મેમનગરમાં ત્રીજી શાખાના પ્રારંભ સાથે, દિવા સલૂન વધુ મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા, વ્યાવસાયિક અનુભવ અને આત્મવિશ્વાસ મેળવવાની તકો વિસ્તૃત કરવાના તેના મિશનને આગળ વધારે છે.
